Aapnu Gujarat
ગુજરાત

નવસારીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે તીવ્ર સ્પર્ધાના એંધાણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની બેઠકો ઉપર ખુબ જ રોમાંચક જંગ ખેલાય તેવી શક્યતા દેખાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં નવસારીના અર્ધશહેરી બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટી પણ આશાવાદી દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના ૩૫ બેઠકો પૈકી ૨૮ બેઠકો જીતવાની કોંગ્રેસની ગણતરી દેખાઈ રહી છે. બીજી બાજુ ભાજપના લોકોનું કહેવું છે કે, કોંગ્રેસને ભૂતકાળમાં પણ ક્યારે સફળતા હાથ લાગી નથી. કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં જે રીતે નિષ્ફળ ગઇ છે તેવી જ રીતે આ વખતે પણ નિષ્ફળ જશે. નવસારીમાં મતદારોનું કહેવું છે કે, આ સેગ્મેન્ટમાં મોટી સંખ્યામાં મતદારો રહેલા છે. ટેક્સટાઇલ વેપારીઓ, કારોબારીઓ, હિરા કારોબારીઓ, વર્કરો, લઘુમતિ સમુદાયના મતદારો, ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો, ઉત્તર ભારતીય લોકો, આદિવાસીઓ અને ઓબીસી સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે. નવસારી વિધાનસભામાં ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના પીયૂષ દેસાઈને ૮૧૦૬૧ મત મલ્યા હતાજ્યારે એડી પટેલને કુલ મત પૈકી ૬૫૬૨૦ મત મળ્યા હતા. કુલ ૧૫૬૩૪૫ મત પડ્યા હતા. જીતનું અંતર ૧૦.૨૨ ટકા અથવા તો ૧૫૯૮૧ મત રહ્યું હતું. બે લાખથી વધુના મતદારો અહીં રહેલા છે. ભાજપને અહીં આ વખતે વધારે મહેનત કરવી પડે તેવી પણ શક્યતા છે. લોકોમાં નારાજગી ચોક્કસપણે જોવા મળી રહી છે. ૨.૫૨ લાખ મતદારો પૈકી એક લાખ મતદારો નવસારી શહેરના છે જ્યારે ૫૮૦૦૦ મતદારો અર્ધશહેરી વિસ્તારોના છે જેમાં કાલિયાવાડી, કાબિલપુર, જમાલપુર જેવા વિસ્તારના છે. નવસારી જિલ્લાના કોંગ્રેસ અને ભાજપ બંનેએ પુરતી તાકાત લગાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બે તબક્કામાં ૯મી અને ૧૪મી ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૯મી ડિસેમ્બરના દિવસે ૮૯ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે ૯૩ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બંને જગ્યાઓએ મતગણતરી એક જ દિવસે એટલે કે ૧૮મી ડિસેમ્બરે થશે. ગુજરાત ચૂંટણીમાં આ વખતે ૫૦૧૨૮ પોલિંગબુથ અથવા તો મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. હિમાચલમાં મતદાન બાદ ગુજરાતમાં પ્રચાર વધુ તીવ્ર બને તેવા સંકેત છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે જોરદાર આંકડાકીય માહિતી સાથે નવસારી બેઠકનું મૂલ્યાંકન કર્યું છે.

Related posts

શક્તિસિંહ પર કોઈ આક્ષેપ થયા નથી : નીતિન પટેલ

aapnugujarat

સાબરમતીને નર્મદાનું એક ટીપું પાણી પણ નહીં મળે

aapnugujarat

સિહાદા ગામે એક પરિવારના ચાર સભ્યોના મોત

editor

Leave a Comment

UA-96247877-1