Aapnu Gujarat
ગુજરાત

૨૨ રાજ્યોની નાબાર્ડ કચેરીના અધિકારીઓ તથા ડી.ડી.એમ.ઓ.એ મહેસાણા સ્થિત ઈ – શક્તિ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી

આજ રોજ તા.૨૧/૦૧/૨૦૨૦ ને મંગળવારના રોજ નાબાર્ડ, ભારત સરકાર દ્વારા આયોજિત એક દિવસીય ફિલ્ડ એક્સપોઝર વિઝીટ માટે દેશના ૨૨ રાજ્યોના નાબાર્ડ કચેરીના અધિકારીશ્રી તથા ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ મેનેજર મહેસાણા જીલ્લામાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ શાખા દ્વારા કાર્યાન્વિત ઈ-શક્તિ પ્રોજેક્ટની મુલાકાત માટે આવેલ હતા જે અન્વયે મિશન મંગલમ શાખા દ્વારા કડી તાલુકાના મેડા-આદરજ ગામે ઈ-શક્તિ પ્રોજેક્ટનું લાઇવ ડેમોસ્ટ્રેશન રાખવામાં આવેલ હતું જેમાં નાબાર્ડના અધિકારીઓ સાથે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.કે.દવે, નેશનલ બેંક સ્ટાફ કોલેજ, લખનૌના ફેકલ્ટી સંજય તાલુકદાર અને સુનીલ જાગીરદાર, ડી.ડી.એમ.,મહેસાણા રાહુલ પાટીલ, મિશન મંગલમ શાખાના ડી.એલ.એમ રમેશ પટેલ,યસ ટીમના એ.એસ.પી શૈલેશ ચૌહાણ, જીલ્લા સ્ટાફ, તાલુકા સ્ટાફ તથા મેડા આદરજ ગામના સરપંચ પણ હાજર રહેલ હતા. આ એક દિવસીય ફિલ્ડ એક્સપોઝર વિઝીટમાં ઉપસ્થિત અધિકારીઓશ્રીઓને મિશન મંગલમ શાખા દ્વારા ઈ-શક્તિ પ્રોજેક્ટની શરૂઆતથી કરવામાં આવેલ કામગીરી જેવી કે સર્વે, ડેટા કલેક્શન, ડેટા ફીડીંગ, ડેટા એન્ટ્રી જેવી તમામ કામગીરીથી માહિતગાર કરવામાં આવેલ તદુપરાંત જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહેસાણા દ્વારા એન.આર.એલ.એમ યોજના હેઠળ કરવામાં આવતી કામગીરી બાબતે, સ્વસહાય જૂથોને આપવામાં આવતી લોન, તાલીમો અને સ્વરોજગાર માટે કરવામાં આવતી પ્રવૃતિઓ વિષે માહિતગાર કરવામાં આવેલ હતા. ઈ-શક્તિ પ્રોજેક્ટમાં કામ કરતી એનીમેટર બહેન શ્રીમતી કિરણબેન ચાવડા દ્વારા ઈ-શક્તિ મોબાઈલ એપ્લીકેશનમાં લાઇવ એન્ટ્રી કરી ઉપસ્થિત અધિકારીઓઓને માહિતગાર કરેલ હતા. બપોરના ભોજન બાદ, નાબાર્ડ કચેરીના અધિકારીઓ તથા ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ મેનેજરને ફતેપુરા બાયપાસ સર્કલ પાસે કાર્યાન્વિત બરોડા આર.સે.ટીની મુલાકાત માટે લઇ જવામાં આવ્યા હતાં જેમાં મહેસાણા જીલ્લાની લીડ બેંક, બેંક ઓફ બરોડાના એલ.ડી.એમ. દીપેન્દ્રસિંહ દ્વારા ઈ-શક્તિ પ્રોજેક્ટ બેંક, જી.એલ.પી.સી અને સ્વસહાય જૂથોને કેવીરીતે મદદરૂપ થઈ રહ્યો છે અને પોર્ટલમાં ઉપલબ્ધ રીપોર્ટસ, પેપરલેસ વર્ક અને એક ક્લિકથી ગમે ત્યાંથી ગમે તે સ્વસહાય જૂથની વિગતો બેંક મેનેજર ઈ-શક્તિ પોર્ટલની મદદથી મેળવી શકે છે તે બાબતે ઉપસ્થિત અધિકારીઓને માહિતગાર કરવામાં આવેલ. ત્યારબાદ આર.સે.ટી, નિયામક દ્વારા જીલ્લામાં ચાલી રહેલ તાલીમો તથા તાલીમ બાદ સ્વરોજગારી મેળવી રહેલ બહેનો વિષે તથા સ્વસહાય જૂથોની બહેનોને તાલીમ લીધા બાદ આજીવિકા મેળવવા આર.સે.ટી કઈ રીતે મદદરૂપ થાય છે તે બાબતે તમામને માહિતગાર કરવામાં આવેલ હતા. મિશન મંગલમ શાખા દ્વારા આજીવિકા મેળવી રહેલ સ્વસહાય જૂથોની બહેનો ઉપર બનાવેલ એક ડોકયુમેન્ટરી ફિલ્મ પણ ઉપસ્થિત અધિકારીઓને બતાવવામાં આવેલ હતી.
આર.સે.ટી નિયામક દ્વારા તમામ ઉપસ્થિત અધિકારીઓનું અભિવાદન કરી આજની વિઝીટનું સમાપન કરેલ હતું.

Related posts

લીંબડીની આંગણવાડી બહેનો દ્વારા પડતર માંગણી લઈને રજૂઆત

editor

સ્વયંસેવકોએ અંતરિયાળ વિસ્તારમાં જઇ જરૂરિયાતમંદ લોકોને લાભો મળે તેવા પ્રયત્નો કરવાનો અનુરોધ કરતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા

aapnugujarat

અમદાવાદમાં પત્નીએ પતિનું ઢીમ ઢાળી દીધું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1