Aapnu Gujarat
Uncategorized

મોજીદડ ગામમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો આભાર વિધી કાર્યક્રમ યોજાયો

૬૧ વિધાનસભા બેઠક લીંબડી ચુડા સાયલા વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા પોતાના મત વિસ્તારમાં પોતાને જંગી બહુમતીથી વિજય બનાવતાં હોય મતદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરો તેમજ પદાધિકારીઓનો આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કિરીટસિંહ રાણા દ્વારા ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતાં તેમજ સરકારશ્રીના વિકાસના કામોને બિરદાવ્યા હતા. જ્યોતિગ્રામ યોજનાને અનુરૂપ ખેડૂતો માટે સૂર્યોદય યોજના થકી સમગ્ર ગુજરાત તેમજ ગ્રામ્ય કક્ષાના ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે સરકાર યોજના લાગુ કરી રહી છે તે અંતર્ગત મોજીદડ ગામનો પણ સમાવેશ આઞામી ૧૫ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યો છે જેથી ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળશે. ખેડૂતો માટે સતત ચિંતાશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂર્યોદય કિસાન યોજના થકી ખેડૂતોને રાત્રે હિંસક પ્રાણીઓ જીવ – જંતુઓ, ઠંડીમાં કામ કરવાથી છુટકારો મળશે અને દિવસે વીજળીનો લાભ મળશે. આ યોજના થકી ગુજરાતના ૧૮૦૦૦ ગામોને દિવસે વીજળીનો લાભ મળશે. આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ હાર કે જીત બાદ પોતાના મત વિસ્તારોમાં દેખાતા નથી જેથી પ્રજાને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ શકતા નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી લોકો વચ્ચે રહેનારી પાર્ટી છે અને લોકોના વિકાસના કામ માટે સર્વદા અગ્રેસર રહી છે જેના ભાગરૂપે આજે અમે તમારી સમક્ષ ઉપસ્થિત છીએ અને એ અંતર્ગત આજે ૭૦થી વધારે ગામમાં આભારવિધિ થકી લોકો વચ્ચે રહી સૌનો સાથ સૌનો વિકાસ અંતર્ગત લોકોના પ્રશ્નોને વાચા આપી છે એને વિકાસના કામોને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા તરફ અગ્રેસર રહ્યા છીએ. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે લોકોને કોઈ પણ પ્રશ્ન હોય તો દર શુક્રવારે પોતાની ઓફિસે આવીને વ્યક્તિગત રીતે મળી શકે છે અને પોતાના પ્રશ્નોને રજૂઆત કરી શકે છે. આવનારા સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે તાલુકા અને જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને પંચાયતથી લઇને પાર્લામેન્ટ સુધી એક વિકાસશીલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બનાવવા હાકલ કરી હતી જેથી આવનારા સમયમાં ઉત્તમ થી સર્વોત્તમ તરફ ગુજરાતના તમામ લોકોને સુવિધા મળી રહે તેમજ સુખાકારી આરોગ્ય રોડ રસ્તા શિક્ષણ વગેરે મળી રહે. આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા યજ્ઞ નારાયણ ભગવાનના દર્શન અર્ચન પૂજન પાઠ વગેરે કરવામાં આવ્યાં હતાં તેમજ અમરધામ છલાળાના મહંત શ્રી જનકસિંહ સાહેબનાં તથા ઋષિ બ્રાહ્મણોના આશીર્વાદ લીધાં હતાં. આ પ્રસંગે ચુડા તાલુકા ભાજપ અગ્રણી અલ્પેશઈ શેખ, લગ્ધીરસિંહ જાદવ, ડી.ડી. પરમાર, છલાળા અમરધામના મહંત શ્રી જનકસિંહ સાહેબ, શામજી બાપુ, તેમજ મોજીદડ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે રમેશ પટેલ તેમજ રઘુભા જાદવ વગેરે જહેમત ઉઠાવી હતી.

(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી પંચના આઇકોન ચેતના વાળા – કિંજલ વાળા ચુંટણીમાં મતદાન કરશે. 

aapnugujarat

ડભોઇની પ્રમુખ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી

editor

અમદાવાદમાં ઠેર-ઠેર સ્વયંભૂ લોકડાઉન

editor

Leave a Comment

UA-96247877-1