Aapnu Gujarat
ગુજરાત

દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં અશોક ચૌધરીનો વિજય

વાર્ષિક રૂપિયા ૫૮૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા દૂધસાગર ડેરીની ૧૫ બેઠકો પર અશોક ચૌધરીની પરીવર્તન પેનલ અને વિપુલ ચૌધરીની વિકાસ પેનલના કુલ મળીને ૪૧ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. મહેસાણા જીલ્લાની જીવાદોરી સમાન દૂધસાગરની ચૂંટણી ગઈ કાલે વર્ધમાન વિદ્યાલય ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી જેમાં ૧૧૨૯ મતદારો પૈકી ૧૧૧૯ મતદારો દ્વારા ૯૯.૧૨ ટકા મતદાન નોંધાયું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જાહેર થયેલા પરિણામમાં અશોક ચૌધરીની પરિવર્તન પેનલના ૧૩ ઉમેદવારોએ જીત મેળવી હતી જ્યારે છેલ્લાં ઘણાં વર્ષોથી દૂધસાગર ડેરી પર એકચક્રી શાસન ધરાવતા વિપુલ ચૌધરીની વિકાસ પેનલના ફક્ત બે ઉમેદવારો જીતતા સહકારી ક્ષેત્રે અપસેટ સર્જાયો હતો. આ જીતથી અશોક ચૌધરીની પરિવર્તન પેનલના ઉમેદવારો તેમજ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

૯.૬૧ લાખ કર્મચારી-પેન્શનરોને ૩ મહિનાના મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ચૂકવાશે

editor

ગુજરાતનો વિકાસ અમારો મુખ્ય સંકલ્પ : નીતિન પટેલ

aapnugujarat

વાઇબ્રન્ટ ગુજરાતના નામે ચાઈનીઝ કંપનીઓ સાથે સરકારની સીધી સંડોવણી : કોંગ્રેસ

editor

Leave a Comment

UA-96247877-1