Aapnu Gujarat
ગુજરાત

૯.૬૧ લાખ કર્મચારી-પેન્શનરોને ૩ મહિનાના મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ચૂકવાશે

ગુજરાત સરકારે સરકારી પેન્શનરો-કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારના ૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર-૨૦૧૯થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચુકવણી બાકી હતી. તે એરિયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચૂકવવાનો ર્નિણય કર્યો છે.
આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારના ૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને ૧ જુલાઈ ૨૦૧૯થી ૫ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦થી દર માસે પગાર સાથે ચૂકવવામાં આવી રહેલ છે. ૧ જુલાઈ ૨૦૧૯ થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી એમ કુલ-૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચૂકવવાનો ર્નિણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-૨૦૧૯થી સપ્ટેમ્બર-૨૦૧૯ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકી રહેતા ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચૂકવણી બાકી હતી. તે એરિયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચૂકવવાનો ર્નિણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજયઇ રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરો રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ / કર્મચારીઓ / પેન્શનરોને ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચૂકવાશે.
આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ-૪૬૪ કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.

Related posts

હત્યા પ્રયાસમાં પતિ, પ્રેમિકા તેમજ કોન્ટ્રાકટ કિલર ઝબ્બે

aapnugujarat

અમિત શાહ ચૂંટણીને લઇને તમામ સાથે સીધો સંવાદ કરવા સુસજ્જ

aapnugujarat

નજીવી બાબતમાં પિતા-પુત્ર પર હુમલો થતાં પિતાનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1