Aapnu Gujarat
ગુજરાત

અમિત શાહ ચૂંટણીને લઇને તમામ સાથે સીધો સંવાદ કરવા સુસજ્જ

પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ભારતીય જનતા પાર્ટી મીડિયા સેન્ટર ખાતે પત્રકાર મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તારીખ ૪ અને ૫ તેમજ ૭, ૮ અને ૯ નવેમ્બરના રોજ એમ, કુલ મળીને પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાશે. પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાજપ સર્વવ્યાપી અને સર્વસ્પર્શી સંગઠન છે. અમારી ઉપર જનતા જનાર્દનનો પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ બળ છે. વિચારચારા એ ભાજપનું આત્મબળ છે, કાર્યકર્તાએ પાર્ટીનો પ્રાણબળ છે. છે, સેવા અને સંગઠનના કાર્યક્રમોએ પાર્ટીનું ચાલકબળ અને વિજયબળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં ભાજપ આજે ૧૧ સકરોડ સદસ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. ગુજરાતમાં ભાજપના એક કરોડથી વધુ સભ્યો છે. કાર્યકર્તાઓ અમારી સંગઠનશક્તિ છે. ભાજપ સંગઠન હંમેશા લોકોની વચ્ચે લોકસેવાના કાર્યક્રમો સતત કરતું હોય છે તેવી જ રીતે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક, સંવાદ, બેઠકો, કાર્યક્રમો યોજીને સંગઠનશક્તિ વધુ મજબૂત બને તે માટે સતત કાર્યરત હોય છે, એ ભાજપની સંગઠન પદ્ધતિ કાર્યશૈલી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સમગ્ર ગુજરાતમાં તારીખ ૪, ૫ અને ૭, ૮ અને ૯ નવેમ્બરના રોજ એમ કુલ મળીને પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજશે.
એ બેઠકમાં જિલ્લાના પ્રમુખો, મહામંત્રીઓ જિલ્લાના હોદ્દેદારો, મંડળના પ્રમુખ મહામંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેન-ડિરેક્ટરો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટાયેલ પાંચ તેમજ શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે સંવાદ યોજશે અને આગામી ચૂંટણીમાં ભાજપના ૧૫૦ના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવાની રણનીતિ વધુ અસરકારક, વધુ મજબૂત બને તે માટે અને ૫૦૧૨૮ બુથના પ્રમુખો તેમજ ૨૮૬૩૯ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જને દરેક બુથમાંથી કોંગ્રેસને નેસ્તનાબૂદ કરી જડમૂળમાંથી ઉખાડી ફેંકવા અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

Related posts

ગુજરાતમાં હવે પેપર લીક કરશો તો મોટી કાર્યવાહી થશે : ઋષિકેશ પટેલ

aapnugujarat

સાબરકાંઠાની આંગણવાડીઓમાં ભૂલકાઓને સુખડીનું વિતરણ

editor

जो समाज दिव्यांग के प्रति संवेदनशील नहीं है वह पूरा समाज दिव्यांग है : मुख्यमंत्री विजय रुपाणी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1