Aapnu Gujarat
ગુજરાત

સાબરમતી રિવરફ્રન્ટ વિકાસનું નજરાણું બની ગયું છે : ભાજપ

ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળની ભાજપા સરકાર નગર-મહાનગરના વિકાસ માટે કટિબદ્ધ છે. અનેકવિધ યોજનાઓને તે માટે અમલી બનાવી કાર્યાન્વિત કર છે. ભારત સરકાર ૧૦૦ સ્માર્ટ સીટીમાં ગુજરાતના ૦૬ મહાનગરો દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટનો સમાવેશ કરીને સુવિધાસંપન્ન કરવાન વિશેષ ગ્રાન્ટ ફાળવી નગરો-મહાનગરોના વિકાસ માટેની ઇચ્છાશક્તિને હકીકત બનાવી છે. ભાજપાના પ્રદેશ પ્રવક્તા ડો. જગદીશ ભાવસારે રાજ્ય સરકારે શહેરી વિસ્તાર માટે કરેલા નિર્ણયોની વિગતોમાં જણાવ્યું હતું કે, રૂપિયા ૮૮૫ કરોડના ખર્ચે ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને જામનગરમાં ૮૬ વિકાસ કાર્યો શરૂ કરવાનું આયોજન કરેલ છે. રાજકોટથ મોરબી વચ્ચેના માર્ગને રૂપિયા ૨૭૫ કરોડના ખર્ચે ફોરલેન બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ૧૨૫ ચોરસ મીટર સુધીના વ્યક્તિગત મકાનના બાંધકામ માટે પૂર્વમંજુરી લેવામાંથી મુક્તિ આપી છે. ૧૦૦૦થી વધુ નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરી બેઠો કરવા માટે રૂપિયા ૧૧૦ કરોડની માતબર રકમના ખર્ચે ૩૫ મલ્ટિલેવલ શેડનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યની ૧૬૨ નગરપાલિકા-૦૮ મહાનગર પાલિકાઓને ૯.૬૦ લાખ સ્ટ્રીટ લાઇટને એલઇડીમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે. રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવશે. જગદીશ ભાવસારે વધુમાં જણાવ્યું હતું કે, ૦૫ મહાનગરોમાં યુએલસીની જમીનો પર છેલ્લા ૨૫-૨૫ વર્ષથી મકાનો ઉભા છે તે રહેઠાણના મકાનોને કાયદેસર કરવાનો વટહુકમ પસાર કરી નાગરિકોને સ્થિરતા અને શાંતિથી જીવન જીવવાની વ્યવસ્થા સરકારે કરી છે.

Related posts

બિભત્સ ગાળો આપનાર સભ્ય સામે કેમ પગલાં નહીં : કોંગ્રેસ

aapnugujarat

મારુતિવાનમાં હેરફેર થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

editor

સાબરકાંઠા એલસીબીએ વિદેશી દારૂ ઝડપ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1