Aapnu Gujarat
ગુજરાત

મારુતિવાનમાં હેરફેર થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વિજયસિંહ સોલંકી, પંચમહાલ

ગોધરા એલસીબી પોલીસ શહેરા તાલુકાના દલવાડા ગામેથી શહેરા તાલુકાના દલવાડા ગામેથી રોડ ઉપર નાકાબંધી કરીને મારૂતિવાન માંથી વિદેશી દારૂનો જથ્થો તેમજ અન્ય મોબાઈલ સહિતનો 1,87,754 લાખ રૂપિયાનો મૂદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં એલસીબીના પીઆઇ કે.પી.જાડેજાને બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મારુતિ વાન વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ જિલ્લાના લીંબડી તરફથી નીકળેલ છે અને વાઘજીપુર ચોકડી થી તાડવા તરફ જવાનો છે. આથી એલસીબી સ્ટાફના માણસોએ દલવાડા ગામે વોચ રાખીને માત્ર મુજબની માહિતી મારૂતિવાન આવતા જ ડ્રાઈવર સાથે ઝડપી પાડી હતી.અને અંદર તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો
પોલીસે 1,87,754 લાખનો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.પકડાયેલા આરોપીની પુછપરછ કરતા તેનૂ નામ ભીખુભાઈ નરસિંહભાઈ માવી રહે .વરમખેડા જિલ્લો દાહોદ હોવાનુ બહાર આવ્યુ હતુ. સાથે અન્ય ગૂનામાં આરોપીઓ રાજુભાઈ ભાભોર,વિનુભાઈ કલારા, કમલેશભાઈ મુનિયા વિરૂધ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

Related posts

૨૦ લાખની ખંડણી સાથે ચાર શખ્સોને ઝડપી પડાયા

aapnugujarat

१० इंच बारिश से शहर के अधिकांश इलाके पानी में

aapnugujarat

લીંબડીના યુવાનની જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1