Aapnu Gujarat
ગુજરાત

૨૦ લાખની ખંડણી સાથે ચાર શખ્સોને ઝડપી પડાયા

અમદાવાદના વેપારી અને નાના ચિલોડા પાસે કલરનો ધંધો કરતા વેપારી હનુમંતસિંહ રાજપુતનું ગત તા. ૨૮મીના રોજ સાંજના સુમારે અપહરણ થયુ હતું. ત્યારબાદ હનુમંતસિંહના છુટકારા માટે અપહરણકર્તાઓ દ્વારા રૂપિયા ૨૫ લાખની માગણી કરાઇ હતી. આ અપહરણની ઘટનાને લઇ આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ગઇકાલે રાત્રે ઉદયપુર સ્પેશીયલ ટાસ્ક ફોર્સની મદદથી ગુપ્તરાહે આપરેશન હાથ ધરી અપહૃત હનુમંતસિંહને છોડાવી લીધા હતા અને આ સાથે જ ચાર અપહરણકર્તાને રૂપિયા ૨૦ લાખની ખંડણી સાથે ઝડપી લીધા હતા. છ દિવસ બાદ મુકત થયેલા વેપારી અને તેના પરિવારજનોએ ભારે રાહતનો દમ લીધો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના સરદારનગરમાં રહેતા અને નાના ચીલોડા પાસે કલરનો ધંધો હનુમંત સિંહ રાજપુત ગત તા.૨૮મીની રાત્રે આઠ વાગ્યે પોતાની દુકાન બંધ કરી ઘર તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાંથી અજાણ્યા લોકોએ તેમનું અપહરણ કરી લીધુ હતું. તેઓ મોડી સાંજ સુધી ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી પણ તેમનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. આ દરમિયાન હનુમંતસિંહના ભાગીદારને એક ફોન આવ્યો અને તેમને જાણકારી આપવામાં આવી કે, હનુમંતસિંહનુ અપહરણ થયુ છે અને તેમના છુટકારા માટે રૂ.૨૫ લાખ આપવા પડશે. આ પ્રકારની ખંડણીની માગણી થતાં પરિવારજનો ડરી ગયા હતા, આ અંગે પોલીસને જાણકારી મળતા તેમણે આ અપહરણ અંગે ભારે ગુપ્તના રાખી હતી કારણ પોલીસને ડર હતો કે અપહરણકર્તા ડરને કારણે હનુમંતસિંહને નુકસાન પહોચાડી શકે છે. બીજી તરફ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને તેમણે અપહરણકર્તાને શોધી કાઢવા કવાયત શરૂ કરી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે હનુમંતસિંહના ભાગીદારને અપહરણકર્તા સાથે સંપર્ક ચાલુ રાખવા કહ્યુ હતું. અપહરણકર્તાએ આખરે વીસ લાખ રૂપિયા સાથે આવવાની સુચના આપી હતી. ઉદયપુર પાસેના એક ગામ પાસે પૈસા આપવાનું નક્કી થયુ હતું. જ્યાં હનુમંતસિંહના ભાગીદારને બોલાવામાં આવ્યો હતો તે નિર્જન ગામ હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચે પોતાની મદદ ઉયદપુર એસટીએફને રાખી હતી. પહેલા તબક્કે જો પોલીસ અપહરણકર્તા ઉપર ત્રાટકે તો પોલીસને ડર હતો કે કદાચ હનુમંતસિંહની હત્યા થઈ જાય. જેના કારણે તેમના ભાગીદારને સુચના આપવામાં આવી કે તમે પૈસાની ચુકવણી કરી હનુમંતસિંહને લઈ નિકળી જાવ. પોલીસ અપહરણકર્તાથી સલામત અંતરે હતી. શનિવારે રાતના આઠ વાગ્યે પૈસાની ચુકવણી થઈ અને હનુમંતસિંહ ત્યાંથી નીકળી ગયા પછી ક્રાઈમ બ્રાન્ચ, એસટીએફએ ઓપરેશન હાથ ધરી ચાર અપહરણકર્તા અને તેમની પાસે રહેલા વીસ લાખ પણ કબજે કરી લીધા હતા. વેપારીની સહી સલામત અને હેમખેમ મુકિત બાદ તેમના પરિવારજનોમાં રાહત અને ખુશીની લાગણી છવાઇ ગઇ હતી.

Related posts

અમદાવાદમાં માથાભારે તત્વોનો આતંક

aapnugujarat

મહેમદાવાદના શ્રી સિધ્ધિ વિનાયક મંદિર ખાતેશ્રી અર્બુદા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો

aapnugujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ નક્કી

editor

Leave a Comment

UA-96247877-1