Aapnu Gujarat
ગુજરાત

કેરાળા ખાતે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સાયલા તાલુકાના કેરાળા ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રૂપિયા ૩૮૧ લાખથી વધુના ખર્ચે નિર્માણ પામનાર સાયલા-કેરાળા-વડીયા ૭ કિ.મી.ના રસ્તાનું તેમજ રૂપિયા ૨૦૦ લાખથી વધુના ખર્ચે નિર્માણ પામનાર થોરીયાળી-જસાપર રસ્તાનું મંત્રીશ્રી દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સાયલા- કેરાળા-વડીયા તેમજ થોરીયાળી- જસાપર રસ્તાનું નિર્માણ થવાથી આજુબાજુના ગામ લોકોની પરિવહન સુવિધામાં વધારો થશે. રાજ્ય સરકારે અનેકવિધ વિકાસ કામો કરીને લોકો માટે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેવાડાના લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. ખેડૂતો આર્થિક રીતે પગભર બને અને તેમની આવકમાં વધારો થાય તેવા હેતુથી કિસાન સન્માન નિધિ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવી અનેકવિધ યોજનાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાઇ છે, તેમજ સેવાસેતુ કાર્યક્રમ થકી ૫૬ સરકારી સેવાઓ લોકોના ઘરઆંગણે ઉપલબ્ધ બનાવી છે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા અગ્રણીશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારને રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ મળતા આ વિસ્તારના પ્રશ્નોનું હવે ઝડપી નિરાકરણ આવશે.

આ તકે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રી યુ. એલ. દવેએ નિર્માણ પામનાર રસ્તાની કામગીરીની વિગતો આપી હતી.

આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી ભાવેશભાઈ મકવાણા, રાજભા રાણા, સુનિલભાઈ ધાંધલ, કાળુભાઈ કાલીયા, ડાયાભાઇ જીડીયા, ભરતભાઈ સોનાગરા તેમજ મુકેશભાઈ કાલીયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજદ્રોહનાં કેસમાં બિનતહોમત છૂટવા હાર્દિક પટેલે કરેલ અરજી રિજેક્ટ

aapnugujarat

शहर में एक दिन के विराम बाद फिर से बूंदाबांदी बारिश

aapnugujarat

૨૦૨૩ સુધીમાં પૂર્ણ થઈ જશે મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1