Aapnu Gujarat
ગુજરાત

૨૦૨૩ સુધીમાં પૂર્ણ થઈ જશે મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના ડિરેક્ટર આચલ ખરેએ જણાવ્યું કે, મુંબઈથી અમદાવાદ વચ્ચે પહેલી બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થઈ જશે. રેલ કોર્પોરેશન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. ખરેએ કહ્યું કે, ‘ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવાનો લક્ષ્ય છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થવા સુધીમાં તેનો અંદાજીત ખર્ચ ૧.૧૦ લાખ કરોડ રૂપિયા જેટલો થશે.ખરેએ જણાવ્યું હતું કે, અમે પ્રોજેક્ટ માટે ગત ડિસેમ્બર માસમાં એક જનરલ કન્સલ્ટન્ટની નિમણૂંક કરી છે. તેઓ સમગ્ર રૂટની ડિઝાઇન પર કામ કરી રહ્યાં છે. જ્યાં પણ વધુ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચરની જરૂરીયાત છે તેવા વિસ્તારોમાં વધુ સમય લાગી શકે છે. અમે પ્રોજેક્ટને લગતો ગ્રાઉન્ડ સર્વે પૂર્ણ કરી લીધો છે. આ માટે અમે ટેન્ડર બહાર પાડીને કંપનીઓને શોર્ટલિસ્ટેડ કરી છે. આગામી મહિના સુધીમાં આ કામ માટે એજન્સીની નિમણુંક કરી દેવામાં આવશે.
આ પરિયોજનામાં ૨૧ કિમીની અન્ડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવશે, જેમાંથી ૭ કિમીની ટનલ અન્ડર વોટર એટલે કે દરિયામાંથી પસાર થશે. ભારતમાં આ પ્રકારની આ પહેલી ટનલ બનશે. સમગ્ર ટ્રેક એલિવેટેડ હશે જેના કારણે જમીન સંપાદનની સમસ્યામાંથી ઘણા અંશે રાહત મળશે.
અમદાવાદ અને સાબરમતીમાં બુલેટ ટ્રેનના રૂટમાં રેલવેના ઓવરબ્રિજ તેમજ મેટ્રો પ્રોજેક્ટના કામ ચાલુ છે. જેથી અમારે ટ્રેકની હાઇટ ૨૦ મીટર જેટલી ઊંચે લઈ જવી પડશે.
એસએચઆરસીના એમડીએ જણાવ્યું કે, નિર્માણ કાર્યમાં અમદાવાદ અને વડોદરા વિસ્તારને છોડીને બાકીના સમગ્ર રૂટની લાઈનના નિર્માણ માટે ભારતીય કંપનીઓ આવકાર્ય છે. ૫૦૮ કિમીના સમગ્ર રૂટમાંથી ૪૫૦ કિમીનો રૂટ ભારતીય કંપનીઓ કરશે. જ્યારે બાકીના કોમ્પ્લેક્સ રૂટ પર ફક્ત જાપાનીઝ કંપની જ કામ કરશે.વિશ્વમાં ૭૦ ટકા ટ્રેનો હાઈ સ્પીડ થઈ ગઈ છે. જો આવું ભારતમાં પણ બનશે તો જેમને આ પ્રોજેક્ટના નાણાંકીય ભવિષ્ય સામે શંકા છે તેમની શંકા માત્ર શંકા જ બની રહેશે.ટ્રેનનું ભાડું એક મુદ્દો બની શકે છે. પરતું તે એરલાઈન્સના ભાડા કરતા તો સસ્તું જ હશે.
ખરેએ વધુમાં કહ્યું કે, અમારૂ લક્ષ્ય મુંબઇ-અમદાવાદ પ્રોજેક્ટ પર છે. જોકે તેમ છતાં સરકાર આગળ વિચારશે તો અમે અન્ય બુલેટ પ્રોજેક્ટ દેશમાં સ્થાપવા માટે તૈયાર છીએ.

Related posts

लगातार छह दिन से शहर में हल्की बारिश का दौर जारी

aapnugujarat

ड्राइविंग लाईसेंस के लिए फोर्म अब ऑनलाइन भरना पड़ेगा

aapnugujarat

એક વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ નહીં પડે : નીતિન પટેલ

editor

Leave a Comment

UA-96247877-1