Aapnu Gujarat
ગુજરાત

મ્યુનિ. સ્કૂલબોર્ડ બેઠકમાં અંગ્રેજી શાળા શરૂ કરવાની દરખાસ્તનો કોંગ્રેસ દ્વારા વિરોધ

મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા આગામી સત્રથી શહેરમાં પાંચ નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી છે.આ માટે ૨૬ મેના રોજ મળનારી સ્કૂલબોર્ડની બેઠકમાં રજુ કરવામાં આવેલી દરખાસ્તનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા એમ કહી વિરોધ કરવામાં આવ્યો છે કે,ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે એમ લાગતુ નથી.આ અંગેની વિગત એવી છે કે,મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા આગામી માસથી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્રથી શહેરના સાબરમતી,વાસણા અને વેજલપુર વિસ્તારમાં આવેલી હયાત શાળાઓમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવા ૨૬ મેના રોજ મળનારી મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની બેઠકમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.વિપક્ષનેતા દિનેશશર્માનું કહેવું છે કે,આ શાળાઓમાં જે શિક્ષકો મુકવામાં આવશે.તેને બાળ સહાયકની ઉપમા આપવામાં આવી છે.જેનો પગાર રૂપિયા ૪૫૦૦ હશે.આમ આટલા પગારમાં બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે એમ લાગતુ નથી.આ દરખાસ્ત એ બાળકોના ભવિષ્ય સાથે ચેડા સમાન છે.
આ ઉપરાંત ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં બે નવી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાની પણ દરખાસ્ત છે.જેમાં શિક્ષકોની ભરતી સહીતની કામગીરી કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે.અહીં બાળસહાયકો અને સ્નાતક-અનુસ્નાતક ડીગ્રી ધારકોને રાખીને અંગ્રેજીનું શિક્ષણ આપશે.જયારે સ્કૂલનું સંચાલન ગુજરાતી શાળાના શિક્ષક કરશે.

Related posts

માફી યોજનાના ફેરફારો અંગે લાભ ખેડૂત અને ટ્રસ્ટને મળશે

aapnugujarat

भाजपा द्वारा घाटलोडिया, थलतेज, गोता सहित के वार्ड में विकास के कार्य

aapnugujarat

साल अस्पताल को केन्टीन बंद करने म्युनि नोटिस देने की तैयारी में हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1