Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા એલસીબીએ વિદેશી દારૂ ઝડપ્યો

સાબરકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને જોડતો હોવાનાં કારણે વારંવાર જિલ્લામાંથી દારૂ ઝડપી પાડવાના બનાવો બનતા હોય છે. સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી વોચ ગોઠવી રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતી મારુતિ ઝેન ગાડી આવતી હોય જેને ખાનગી બાતમીને આધારે ચોક્કસપણે તે ગાડી હોવાથી પોલીસે વિજયનગરના ઉમિયા નગર પાસે ઉભી રાખતા તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની ૧૦ પેટી હતી જેમાં બોટલ નંગ ૨૪૦ જેની કુલ કિંમત ૩૧.૨૦૦ તથા કારની કિંમત ૫૦.૦૦૦/-કુલ મળી ૮૧.૨૦૦/-નો કુલ મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આરોપી સોમાજી ઠાકોર (રહેવાસી ડેથલી, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ)ને પ્રોહીબીશન એક્ટ મુજબ વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

જમાઇનું ગુપ્તાંગ-ગળુ દબાવી મારી નાંખવાની સાસુએ ધમકી આપી

aapnugujarat

ઝાડા-ઉલ્ટીના ૨૦૯થી વધુ કેસ સપાટીએ

aapnugujarat

આવતીકાલે શનિજ્યંતિ : મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1