Aapnu Gujarat
ગુજરાત

ઝાડા-ઉલ્ટીના ૨૦૯થી વધુ કેસ સપાટીએ

અમદાવાદ શહેરમાં ચોમાસાની મોસમની વિધિવત વિદાય થઈ ચુકી છે.આ પરિસ્થિતિમા હાલ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થવો જોઈએ એના બદલે શહેરીજનો ઉનાળામા પડે એવી ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે શહેરમાં મચ્છરજન્ય એવા મેલેરીયા,ઝેરી મેલેરીયા અને ડેન્ગ્યુના કુલ મળીને ૬૨૨ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગની નિષ્ફળતા પુરવાર કરે છે.આ અંગે મળતી માહિતી અનુસાર,એક તરફ અમદાવાદ શહેરમાં ચોમાસુ પુરુ થયા બાદ ઠંડીને બદલે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં આ માસમા માત્ર ૧૪ દિવસની અંદર મેલેરીયાના ૪૨૫ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ આ સમયગાળામા ઝેરી મેલેરીયાના કુલ ૧૨૮ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.અમદાવાદ શહેરમા ચીકનગુનીયાના આ સમયમા પાંચ કેસ નોંધાવા પામ્યા છે.જ્યારે આ માસમાં ૧૪ દિવસમાં એડીસ ઈજીપ્તી જેના ફેલાવા માટે કારણભૂત માનવામા આવી રહ્યા છે તેવા ડેન્ગ્યુના કુલ મળીને ૬૪ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી અમદાવાદ શહેરમાંથી મેલેરીયાના રોગને જાકારો આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ફોગીંગ મશીન સહિતની અન્ય સાધન સામગ્રીની ખરીદી કરવામા આવી છે આ ઉપરાંત રોજ એન્ટિલાર્વા એકિટવીટીના ઓઠા હેઠળ લાખો લીટર ઓઈલ અને સ્પ્રેનો છંટકાવ કરવામા આવતો હોવાનો દાવો પણ મ્યુનિસિપલ હેલ્થ મેલેરીયા વિભાગ દ્વારા અવારનવાર કરવામા આવી રહ્યો છે તેવા સમયે જે પ્રમાણે અમદાવાદ શહેરમા જે પ્રમાણે મચ્છર આધારીત રોગના કેસોની સંખ્યા વધી રહી છે તેને ધ્યાનમા લેતા મ્યુનિસિપલ તંત્રની કામગીરી કેટલી હદે નિષ્ફળ પુરવાર થવા પામી છે તેની પ્રતીતી કરાવી રહ્યા છે.આ સાથે જ અમદાવાદ શહેરમા આ વર્ષની શરૂઆતથી જ જોવા મળેલી પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને અમદાવાદ શહેરના વિવિધ ભાગોમા જોવા મળેલા ઝાડા ઉલ્ટીના કેસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે.જેના પરિણામે આ માસની શરૂઆતથી ૧૪ દિવસમાં અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૨૦૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે તો આ સાથે જ કમળાના કુલ ૧૧૧ કેસ નોંધાયા છે.બીજી તરફ ટાઈફોઈડના પણ ૧૧૧ જેટલા કેસ નોંધાવા પામતા ખળબળાટ મચી ગયો છે.

Related posts

ओढव क्षेत्र में माता-बेटे के मर्डर से सनसनी फैली

aapnugujarat

નર્મદા જિલ્લા કલેક્ટરાલય ખાતે હ્રદય ફેફ્સા પુનઃ જીવન અંગે યોજાયેલું નિદર્શન

aapnugujarat

ઈસનપુરમાં ગેરકાયદે બાંધકામને તોડી પડાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1