Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લા કલેક્ટરાલય ખાતે હ્રદય ફેફ્સા પુનઃ જીવન અંગે યોજાયેલું નિદર્શન

 નર્મદા જિલ્લા કલેક્ટરાલય ખાતે તાજેતરમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયાની ઉપસ્થિતિમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીની ચેમ્બરમાં જિલ્લા સેવાસદનના અન્ય અધિકારીઓ/ કર્મચારીઓએ હ્રદય ફેફસાનું પુનઃ જીવન અંગે પ્રત્યક્ષ નિદર્શન તથા પાવર પોઇન્ટ પ્રેઝન્ટશન દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું.

કોઇ એવા સંજોગોમાં કોઇ વ્યક્તિને હ્રદય રોગનો હુમલો, લોહીના દબાણને લીધે હુમલો કે શ્વાસ રૂંધાવા જેવી તકલીફના કિસ્સામાં હ્રદય, ફેફસા અને મગજ જેવા મહત્વના શરીરનાં અંગો કોઇ કારણસર કામ કરતાબંધ થઇ જાય છે. તેવા સંજોગોમાં કાર્ડીયો પલ્મોનરી રીસસીરેશનની કળા દ્વારા પ્રાણ ટકાવવામાં મદદરૂપ થાય છે. દર્દીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડતા પહેલાં દરદીને આ રીતની સીપીઆર કળાની મદદથી ૩ થી ૫ મીનીટમાં હ્રદય, ફેફસા વગેરે કામ કરતા જ શરૂ થઇ જાય છે અને તુરત ૧૦૮ જેવી એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઇ જઇ દર્દીનો જીવ બચાવી શકાય છે. જયારે દરદીને આવી કોઇ તકલીફ થાય ત્યારે દરદીની પાસે જઇ હળવી ટપલી મારી તમે બરાબર છો ને ? તેવો પ્રશ્ન પુછવો. જો દરદી તરફથી કોઇ જવાબ ના મળે તો તાત્કાલિક મદદ માટે મોટેથી બુમ પાડવી ત્યારબાદ દરદીનો શ્વાસ-ઉચ્છવાસની ક્રિયા ચાલુ છે કે નહિ તે તપાસવું. જો શ્વાસ ચાલુ ના હોય તો દરદીને રેસક્યુ શ્વાસ આપવો અને છાતી પર બહારથી દબાવવાની પ્રક્રિયા ચાલુ રાખવી. આમ, સી.પી.આર. ની ક્રિયા કરવાથી દરદીનાં શ્વાસ-ઉચ્છવાસની ક્રિયા ફરી શરૂ થવાના ૯૦ ટકા ચાન્સ વધી જાય છે અને દરદીનો જીવ બચી જાય છે. ઉપરોક્ત બાબતો વિશે જનરલ હોસ્પિટલના એન્થેસીયા ડૉ. સાંઢલીયાએ માનવ પુતળા સાથે પ્રક્ટીકલ કરી પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું અને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિશેષ માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.  નાયબ ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ. પઠાણ અને જિલ્લા સેવા સદનના કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

Related posts

કોંગ્રેસ ઓફિસ બહાર પોસ્ટરમાં બાપુ ગાયબ!

aapnugujarat

એસ.જી.હાઈવે પર આવેલ ઈસ્કોન ગાંઠીયા રથ સહિત સાત દુકાન સીલ કરી દેવાઈ

aapnugujarat

ભાલિયા ઘઉં મોંઘા થશે

editor

Leave a Comment

UA-96247877-1