Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

તેજી પર ફરી બ્રેક : સેંસેક્સમાં ૧૦ પોઇન્ટનો ઘટાડો : ડોલર સામે રૂપિયો ફરીવાર મજબૂત થઇ બંધ થયો

શેરબજારમાં આજે શરૂઆતી કલાકોમાં ફ્લેટ સ્થિતી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૦ પોઇન્ટ ઘટીને ૩૪૪૩૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ચાર પોઇન્ટ ઘટીને ૧૦૪૩૨ની નીચી સપાટી પર રહ્યો હતો. આજે બીએસઇ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ક્રમશ ૦.૬ ટકા અને ૦.૧ ટકા સુધીનો ઘટાડો થયો હતો. શેરબજારમાં હવે બજેટ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ સપ્તાહમાં જ ચાવીરૂપ કોર્પોરેટ કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. ફેડરલ બજેટ પણ આગામી મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. નાણાંપ્રધાન અરૂણ જેટલ પહેલી ફેબ્રુઆરના દિવસે બજેટ રજૂ કરનાર છે. ડિસેમ્બર બાદના ટીસીએસના પરિણામ આવતીકાલે ગુરૂવારે જાહેર કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે ઇન્ફોસીસના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ૧૧મી જાન્યુઆરીથી ઇન્ડિયા ઇંક દ્વારા તેમના પરિણામો જાહેર કરવાની શરૂઆત કરવામાં આવનાર છે. ઇન્ડસઇન્ડ બેંક અને આઇટીની મોટી કંપની ટીસીએસ દ્વારા ગુરૂવારના દિવસે તેમના આંકડા જારી કરવામાં આવનાર છે. જ્યારે સલીલ પારેખના નેતૃત્વમાં ઇન્ફોસીસ દ્વારા શુક્રવારે ૧૨મી જાન્યુઆરીના દિવસે આંકડા જારી કરવામાં આવનાર છે. તમામ પરિણામ પર કારોબારીઓની નજર કેન્દ્રિત રહેશે. દરમિયાન અપોલો માઇક્રો સિસ્ટમના આઇપીઓ પર નજર કારોબારીની રહેનાર છે. હૈદરાબાદ સ્થિત આ કંપનીના આઇપીઓ ૧૦મી જાન્યુઆરીએ ખુલશે.કંપની દ્વારા તેના ઓફરિંગ માટે પ્રતિ શેર ૨૭૦-૨૭૫ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે. તે ૧૫૬ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. ઇસ્યુ મારફતે ઉભા કરવામાં આવનાર રકમનો ઉપયોગ વધારાના વર્કિંગ કેપિટલ અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવનાર છે. રિટેલ ઇન્વેસ્ટચરોને ઇસ્યુ પ્રાઇઝ પર ૧૨ રૂપિયાની છુટછાટ આપવામાં આવનાર છે. શેરબજારમાં આજે પણ તેજી જોવા મળી હતી.ગઇકાલે મંગળવારના દિવસે દરમિયાન ઉતારચઢાવ રહ્યા બાદ સેંસેક્સ ૯૦ પોઇન્ટ ઉછળીને ૩૪૪૪૩ની સપાટી પર રહ્યો હતો.જ્યારે નિફ્ટી ૧૩ પોઇન્ટ સુધરીને ૧૦૬૩૭ની સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં તેજી રહેતા કારોબારી આશાવાદી દેખાઇ રહ્યા છે. વૈશ્વિક બજારની અસર પણ જોવા મળી રહી છે.
એશિયન બજારમાં તેજી વચ્ચે ડોલરની સામે રૂપિયો આજે મજબુતી સાથે બંધ રહ્યો હતો. રૂપિયો મંગળવારના ૬૩.૭૨ની સપાટી સામે ૦.૧૯ ટકા ઉછળીને ૬૩.૫૯ની સપાટી પર બંધ રહ્યો હતો. રૂપિયો સવારે ૬૩.૬૬ની સપાટી પર ખુલ્યો હતો. ત્યારબાદ એક વખતે ૬૪.૮૪ની નીચી સપાટી પર પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇઈલની કિંમત ત્રણ વર્ષની ઉંચી સપાટી પર પહોંચ્યા બાજદ ઉંચા ફુગાવાની સ્થિતી જોવા મળી રહી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ઇક્વિટી અને ડેબ્ટમાં ક્રમશઃ ૭.૭૩ અબજ ડોલર અને ૨૩.૨૭ અબજ ડોલરનું રોકાણ કર્યું હતુ. શુક્રવારના દિવસે સરકારે આર્થિક વિકાસ દરની આગાહીને ઘટાડીને ૬.૫ ટકા કરી હતી. ૨૦૧૭માં રૂપિયામાં ૬.૩૫ ટકાનો સુધારો થયો હતો જ્યારે સેંસેક્સમાં ૨૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો.શેરબજારમાં આજે શરૂઆતી કલાકોમાં ફ્લેટ સ્થિતી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૦ પોઇન્ટ ઘટીને ૩૪૪૩૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ચાર પોઇન્ટ ઘટીને ૧૦૪૩૨ની નીચી સપાટી પર રહ્યો હતો. આજે બીએસઇ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ક્રમશ ૦.૬ ટકા અને ૦.૧ ટકા સુધીનો ઘટાડો થયો હતો. શેરબજારમાં હવે બજેટ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આજે કારોબાર દરમિયાન જાપાની યેનમાં ૧.૧૪ ટકા, સિંગાપોર ડોલરમાં ૦.૩૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. ઇન્ડોનેશિયન રુપૈયામાં પણ સુધારો થયો હતો જ્યારે દક્ષિણ કોરિયન ચલણમાં ઘટાડો રહ્યો હતો. તાઈવાન ડોલરમાં પણ ઘટાડો રહ્યો હતો.

Related posts

૨૩ મેને મોદી દિવસ તરીકે ઉજવવા બાબા રામદેવનું સૂચન

aapnugujarat

सैमसंग इंडिया ने 1000 लोगों की छंटनी की खबर का किया खंड़न

aapnugujarat

સુનંદા કેસમાં ૨૧મીએ સુનાવણી હાથ ધરવા નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1