Aapnu Gujarat
Uncategorized

જામનગરની જેલમાંથી જામીન મુક્ત થયેલા ૨૦ કેદી ફરાર : ૮ ઝડપાયા

જામનગરની જિલ્લા જેલમાંથી કાચા કામના કેદીઓને કોરોના કાળ દરમિયાન વચગાળાના જામીન પર મુક્ત કરાયા હતા, જેઓને પરત જેલમાં પહોંચવાનું હતું પરંતુ હાજર થયા ન હોય એવા ૨૦ કેદીઓને જેલ તંત્ર દ્વારા ૩૧મી સુધીમાં હાજર થવા ફરમાન કરવા છતાં હાજર ન થતાં અંતે પોલીસ વિભાગને આવા કાચા કામના કેદીઓને ઝડપી લેવા જાણ કરાતા એસઓજી, પેરોલ ફર્લો સ્કવોડ સહિતની ટીમો કામે લાગી છે અને બે દિવસમાં કુલ સાત કેદીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.જાણવા મળતી વિગતો મુજબ જામનગર જિલ્લા જેલમાંથી કોરોના કાળ દરમિયાન વચગાળાના જામીન ઉપર મુકત થયેલા કેદીઓને ૩૧ ડિસેમ્બર સુધીમાં હાજર થવા ફરમાન કરાયું હતું પરંતુ માત્ર ૧ર કાચા કામના કેદીઓ જ સમયસર હાજર થયા હતા જ્યારે બાકી રહેતા ૨૦ કાચા કામના કેદીઓ નિયત મુદ્દતે હાજર ન થતાં આવા કેદીઓને ઝડપી લેવા જેલ તંત્ર દ્વારા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. દરમિયાન જામનગરની એસઓજી શાખા દ્વારા નાસતા – ફરતા આરોપીઓને પકડવા માટેની ઝૂંબેશરૂપી કામગીરી શરૂ કરી જામનગરમાં વસંત વાટિકા શેરી નં.૮માં રહેતા અને જિલ્લા જેલના કાચા કામના કેદી અજય ઉર્ફે અજલો રાજેન્દ્રભાઈ બરછાને એસઓજીની ટીમે પકડી પાડયો હતો અને જેલ હવાલે કર્યો છે.આ ઉપરાંત જામનગરના નાગનાથ ગેઈટ મહેશ્વરીનગર વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે ચુંહો ટપુભાઈ મકવાણાને પણ વચગાળાના જામીન આપ્યા પછી ફરીથી હાજર થયો ન હોવાના કારણે તેને ફરારી જાહેર કરી એસઓજીની ટીમે પકડી પાડયો છે અને જેલ હવાલે કર્યો છે.આ ઉપરાંત જામનગરના ગુલાબનગર વિસ્તારમાં પહેલાં ઢાળિયા પાસે રહેતા વાલજી જીવણભાઈ સોલંકીને પણ જામીન મુક્ત કરાયા પછી હાજર નહીં થતાં એસઓજીની ટીમે આજે પકડી પાડયો હતો અને જિલ્લા જેલમાં મોકલી આપ્યો છે.એ જ રીતે પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા જિલ્લા જેલના કાચા કામના આરોપી ગિરિશ ભીખુભાઈ ગોંડલિયાને કાલાવડ શીતલા માતાજીના મંદિર પાછળથી શેરીમાંથી ઝડપી લઈ કાલાવડ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો તેમજ તમાચણનો રહેવાસી એવા કાચા કામના કેદી રામજી મકવાણા નિયત મુદ્દતે જેલમાં હાજર ન થતાં આ કેદી જામવંથલી ગામે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો. સાથોસાથ નાગેશ્વર કોલોની હુસેની ચોકમાં રહેતો અરવિંદ ગાંડાલાલ ભટ્ટી નામનો આરોપી હાલ ફરાર હોય, પેરોલ ફર્લો સ્કવોડે નાગેશ્વર કોલોનીમાંથી ઝડપી લઈ બી-ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. જામનગર જેલમાંથી વચગાળાના જામીન લઈ નાસી છૂટેલ ભીખુભાઈ ધનજીભાઈ બારિયા રે. નાગેશ્વર કોલોનીવાળો પણ નાસતો – ફરતો હોય પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લઈ બી – ડિવિઝનને સુપ્રત કર્યો હતો. દરમિયાન એસઓજીની ટીમે આજે પેરોલ રજા ઉપરથી જેલમાં હાજર ન થતાં કાચા કામના આરોપી હિતેશ ઉર્ફે ગાંડો ઉકાભાઈ ખીટ નામનો શખસ દરેડ-ગોકુલધામ વિસ્તારમાં તેના રહેણાંક મકાન પર હોવાની બાતમી મળતા એસઓજી ટીમે ઝડપી લઈ આરોપીના કોવિડ ટેસ્ટ કરાવવા માટેની તજવીજ શરૂ કરી છે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

જૂનાગઢ ગ્રામ્ય તાલુકાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઈવનગર ખાતે થશે

aapnugujarat

જુનાગઢમાં બારે મેઘ ખાંગા : લોકોને ગરમીથી રાહત મળી

aapnugujarat

સુંદરપરાની સુંદર નર્સરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1