Aapnu Gujarat
ગુજરાત

ડભોઈમાં ફેશન શોનું આયોજન કરાયું

તારીખ ૩૧/ ૧૨ /૨૦૨૦ ના રોજ સરકારશ્રીની ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજનાના ઈએસટીપી ઘટક હેઠળ તાલીમ પાર્ટનર સંસ્થા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડભોઇ નગર પાલિકાના કાર્યક્ષેત્રની બેરોજગાર યુવતીઓ માટે ફેશન ડિઝાઇનિંગના તાલીમ વર્ગ કરવામાં આવેલ જે તાલીમાર્થીઓ દ્વારા પોતે જ પોતાના બનાવેલા કપડાં પહેરી રેમ્પ વોક કરી ફેશન શોનું આયોજન આજરોજ તાલીમ સેન્ટર પર કરવામાં આવેલ છે સાથે સાથે વિવિધ પ્રકારના આઉટફિટનું પ્રદર્શન યોજવામાં આવ્યું. આ પ્રદર્શનમાં તમામ વિદ્યાર્થીઓ બનાવેલા પોતાના આઉટફીટ પહેરી અને ફેશન શોનું આયોજન કર્યું તેમજ કાર્યક્રમમાં ડભોઇ નગરપાલિકાના આ યોજનાના મેનેજર મહેશ પરમાર, અર્ચના પરમાર તથા કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર પ્રવિણ બારીયા, શ્રી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અજય પટેલ તથા જ્યોતિબેન અને ટ્રેનર ભાવિકાબેન, સપનાબેન તેમજ કર્મચારીમાં નેહાબેન, રક્ષાબેન હાજર રહી પ્રોગ્રામની શોભા વધારી.

(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

शहर में चामुंडा स्मशानगृह में लकडी घोटाला सामने आया

aapnugujarat

ભુજ શહેરમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત જી.કે. હોસ્પિટલમાં પાંચ વર્ષોમાં ૧૦૦૦થી વધુ બાળકના મૃત્યુ

aapnugujarat

સસ્તા અનાજની દુકાનોની માહિતી સરળતાથી મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1