Aapnu Gujarat
ગુજરાત

સસ્તા અનાજની દુકાનોની માહિતી સરળતાથી મળશે

રાજ્યભરમાં આવેલી ૧૭૦૦૦થી વધુ સસ્તા અનાજની દુકાનો અને ૨૦૦થી વધુ ગોડાઉનોની માહિતી હવે સામાન્ય પ્રજાને જીઆઈએસ એપ્લીકેશનની મદદથી નકશા ઉપર ઉપલબ્ધ થશે તેમ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા દ્વારા આજે ગાંધીનગર ખાતેથી જણાવાયું હતું. મંત્રીએ આજે જીઆઈએસ બેઈઝ એપ્લીકેશન એપ્લીકેશનનું લોન્ચીંગ કરતા કહ્યું હતું કે આ એપ્લીકેશનના લોન્ચીંગથી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગએ સઘળી કામગીરી પૂર્ણ પારદર્શકતા સાથે આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવી વહીવટી પારદર્શકતા માટે નવી પહલે કરી છે. આ એપ્લીકેશનની મદદથી છેવાડાનો નાગરિક પણ પોતાના આજુબાજુના વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનની માહિતી તેમજ તેમાં ઉપલબ્ધ પુરવઠાની વિગતો સરળતાથી આંગળીના ટેરવે નકશા દ્વારા મેળવી શકશે. આ જીઆઈએસ એપ્લીકેશન જાહેર જનતા માટે ઉપર ઉપલબ્ધ થશે. અન્ને અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે કહ્યું હતું કે, બાયસેગ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એપ્લીકેશનની મદદથી રાજ્યમાં આવેલા તમામ ગોડાઉનો અને રાજ્યના તમામ પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારની સંપૂર્ણ વિગતો સામાન્ય વ્યક્તિ મેપ દ્વારા જાણી શકશે. આ એપ્લીકેશનના કારણે ડિસીઝન મેકીંગ કામગીરી થથાં નાણાની બચત થશે ઉપરાંત આપદા સમયે યોગ્ય સંકલન, આયોજન અને અમલીકરણમાં તંત્રને સુગમતા રહેશે. આ એપ્લીકેશનથી રાજ્યનો કોઈપણ નાગરિક પંડિત દિનદયાળ ્‌ગ્રાહક ભંડારનું સ્થળ અને તેમાં ઉપલબ્ધ સગવડ, કાર્ડ ધારકોની વિગતો, સ્ટોક, વિતરણ વગેરેની માહિતી મેળવી શકશે. રેગ્યુલર અને ચાર્જમાં ચાલતી દુકાનો, પરમીટના સ્ટેટસની છેલ્લી સ્થિતિની વિગતો પણ મેળવી શકશે. રાજ્યના ૨૦૦ કરતા પણ વધુ ગોડાઉનો અને એની તમામ વિગતો, જથ્થો તથા જથ્થાના વિતરણની વિગતો ભૌગોલિક માહિતી સાથે મેળવી શકશે.

Related posts

બોટાદમાં જય શ્રી મેલડી માં નાગરિક શરાફી સહકારી મંડળીની બેઠક મળી

editor

મધ્ય ગુજરાતની તમામ બેઠકો ઉપર જીત

aapnugujarat

રેલવેનું કામ ચાલતુ હોવાથી પલાસવાડા ક્રોસિંગ ૩ ડિસેમ્બર સુધી બંધ રહેશે

editor

Leave a Comment

UA-96247877-1