Aapnu Gujarat
ગુજરાત

બોટાદમાં જય શ્રી મેલડી માં નાગરિક શરાફી સહકારી મંડળીની બેઠક મળી

ઉમેશ ગોરાહવા, બોટાદ

સૌરાષ્ટ્ર દેવીપુજક ફેડરેશન ના નેજા અને સંચાલન માસ્થાપિત થયેલ જય શ્રી મેલડી માં નાગરિક શરાફી સહકારી મંડળી ની બેઠક આજરોજ બોટાદ મા મળી હતી .મંડળીના સભાસદોને ધિરાણ ઉપરાંત વીમા રક્ષણ ,તબીબી સહાય ,સભાસદોના સંતાનોને ઉત્તમ શૈક્ષણિક કારકિર્દી માટે પ્રોત્સાહક પારિતોષિક અને દીકરીઓને કરિયાવર સહાય જેવી આકર્ષક અને લોકપ્રિય સમાજ લક્ષી યોજનાઓ અમલી બનાવવા માટે સક્રિય ચેરમેન વિજય ભાઈ સાથળિયા ,પ્રકાશભાઈ જસાણીયા (બાબરા) વિક્રાન્તભાઈ પરમાર (જુનાગઢ )અનિલ ભાઈ ભોજવીયા (પાળીયાદ )કાંતાબેન સાથલીયા( બોટાદ )નરેશભાઈ બુટીયા (લીમડી) તથા અંકુર ભાઈ મહેતા અને જશવંતભાઈ કાકડિયા માર્ગદર્શક સહાયકસભ્યોએ ઉપસ્થિત રહીને મંડળીના બંધારણ અને સંવિધાન સહિત વિવિધ ઠરાવો નેસર્વાનુમતે બહાલી આપી હતી.
સૌરાષ્ટ્ર દેવિપુજક ફેડરેશનના સંચાલન માં સ્થાપિત થયેલ જય શ્રી મેલડી માં નાગરિક શરાફી સહકારી મંડળી બોટાદ જિલ્લા સહિત આગામી સમયમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી શેર ભંડોળ અને થાપણો એકત્રિત કરીને ધિરાણ, તબીબી સહાય વીમા રક્ષણ, તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ને પ્રોત્સાહકપારિતોષિક અને દીકરીઓને રૂપિયા ૧૧૦૦૦/-રાશિની કરિયાવર સહાય જેવી યોજનાઓનેસમાજના વિવિધ વર્ગ સમૂહમાંથી વ્યાપક સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રારંભિક તબક્કે ૫૦૦/- સભાસદોને થાળી વાટકો અને ગલાસ નું વેલકમ બોનસ આપવામાં આવી રહ્યું છે.

Related posts

खाद्य सामग्री में मिलावट रोकने के लिए जांच में तेजी : उपमुख्यमंत्री नीतिन पटेल

aapnugujarat

સરકારનું મગફળી ખરીદીનું પ હજાર કરોડનું કાંડ : કોંગી

aapnugujarat

હરામજાદા કહેવા બદલ જીતુ વાઘાણી સામે તપાસના હુકમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1