Aapnu Gujarat
ગુજરાત

મહેસાણા ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી પુરસોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત

વિનોદ મકવાણા, મહેસાણા

જન આશીર્વાદ યાત્રા અંતર્ગત કેન્દ્રીય કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાનુ મહેસાણા જિલ્લા ખાતે ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દર્શન સાથે શરુ થયેલ જન આશીર્વાદ યાત્રાનું ઉંઝા તેમજ વિસનગર તાલુકામાં ગામેગામ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.આ જન આશીર્વાદ યાત્રા બપોરે મહેસાણા ખાતે આવી પહોંચતાં કિસાન મોરચા તથા યુવા મોરચા દ્વારા માનવ આશ્રમ થી સર્કિટ હાઉસ સુધી ટ્રેકટર અને બાઇક રેલી યોજી કેન્દ્રીય મંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.મહેસાણા ખાતેની જન આશીર્વાદ યાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નિતિનભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ ઉપરાંત પ્રદેશ અને જીલ્લાના ભાજપના હોદ્દેદારો જોડાયા હતા.રેલી બાદ કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં મહેસાણાને ઉત્તર ગુજરાતનું પાટનગર ગણાવી કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અગ્રેસર ઉત્તર ગુજરાતને સમગ્ર રાજ્ય માટે ગૌરવ રૂપ ગણાવ્યું હતું. ઉપરાંત કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ જનહિતના નિણૅયો તથા કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી.

ત્યાર બાદ મહેસાણા સ્થિત ટાઉનહોલ ખાતે શહેર, તાલુકા તેમજ જીલ્લાના ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ, વિવિધ સંસ્થાઓ તથા કાયૅકરો દ્વારા જન આશીર્વાદ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ તથા પ્રદેશ અધ્યક્ષ પાટિલ તેમજ કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા જનસભાને સંબોધી હતી અને સ્વાગત સન્માન બદલ મહેસાણા જિલ્લાના હોદ્દેદારો અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.મહેસાણા બાદ આ યાત્રા બેચરાજી તરફ પ્રસ્થાન થઈ હતી જ્યાં બેચરાજી ખાતે બહુચર માતાજીના દર્શન બાદ આ યાત્રા મોરબી તરફ આગળ વધી હતી.

Related posts

शहर में सप्ताह तक बादलछाया मौसम-हल्की बारिश की संभावना

aapnugujarat

તાજેતરમાં ભારે વરસાદથી નુકશાન પામેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના મરામત અંગે  સમિક્ષા બેઠક યોજતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા  

aapnugujarat

નંદાસણમાં શ્રી વીરમાયા બચત ધિરાણ અને ગ્રાહક ક્રેડિટ કો.ઓ.સોસાયટીનું ઉદ્‌ઘાટન

editor

Leave a Comment

UA-96247877-1