Aapnu Gujarat
ગુજરાત

સોમનાથમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથ મંદિરના કેટલાક પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર ખાતે સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્વાનો દ્વારા શ્લોકાચાર સાથે લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જેટલી વાર મંદિર તોડાયુ એટલી વાર ઊભુ થયુ.આતંકથી આસ્થાનો અંત નથી થયો.એટલે આજે પણ મંદિરનું અસ્તિત્વ છે.વધુમાં જણાવ્યું હતું કે, સમુદ્ર દર્શન વોક-વે, અહિલ્યાબાઇ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલરીને કારણે જૂના સોમનાથના નવા આકર્ષક સ્વરૂપનાં દર્શન કરી શકાશે, રોજગારમાં વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે.ગુજરાતમાં પ્રસાદ સ્કીમ હેઠળ કરોડના ત્રણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.સોમનાથ ખાતે અરબી સમુદ્ર કિનારે 1.47 કિલોમીટર લાંબો અને 7 મીટર પહોળો સમુદ્ર દર્શન પથ બનાવ્યો છે.આ માટે ભારત સરકાર દ્વારા ૪૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.કુલ રૂ. 13 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા પેસેન્જર ફેસિલીટેશન સેન્ટરમાં ક્રાફ્ટ આર્કિટેક્ચરલ એક્ઝિબિશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.

Related posts

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પાંચ પીઆઈની બદલી

aapnugujarat

વર્ષ ૨૦૧૮માં અનેક રજાઓ રહેશે

aapnugujarat

કોંગ્રેસ સત્તા પર આવશે તો, કન્યાને સેનેટરી નેપકીન ફ્રી : પ્રિયંકા ચતુર્વેદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1