Aapnu Gujarat
ગુજરાત

વર્ષ ૨૦૧૮માં અનેક રજાઓ રહેશે

નવા વર્ષમાં કેલેન્ડર બદલવાની સાથે જ લોકો નવા પ્લાનિંગમાં લાગી જાય છે. આ પ્લાનિંગમાં તમામ કામોની સાથે સાથે પરિવારની સાથે રજા ગાળવાની યોજનાનો સમાવેશ થાય છે. આવા લોકોની નજર નવા વર્ષમાં પણ આવનાર રજાઓ ઉપર કેન્દ્રિત રહે છે. કયા તહેવાર ક્યારે આવશે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત થિ જાય છે. આ પ્લાનિંગમાં શનિવાર અને રવિવારની સાથે જો તહેવારની રજા આવે છે તો ખુબ મહત્વપૂર્ણ સ્થિતિ થઇ જાય છે. જો આવી કોઇ વિચારણા કોઇ લોકો કરી રહ્યા છે તો ખુશીની બાબત છે. વર્ષ ૨૦૧૮માં પ્લાનિંગને સાકાર કરવાની તક મળશે. લાંબી રજાઓની શરૂઆત થશે. જાન્યુઆરી મહિનાથી જ થઇ રહી છે. જાન્યુઆરી મહિનામાં ૨૬મી જાન્યુઆરીના દિવસે શુક્રવાર છે અને ત્યારબાદ શનિવાર અને રવિવાર હોવાથી ત્રણ દિવસ માટે કોઇપણ જગ્યાએ જવાની યોજના બની શકે છે. આ પહેલા પણ આવી જ સ્થિતિ સર્જાશે. કારણ કે, બ્૨૨મી જાન્યુઆરીના દિવસે વસંત પંચમી છે. સોમવારથી પહેલા વિકેન્ડ અને ત્યારબાદ સોમવારે વસંત પંચમી છે જેથી આની પણ મજા માણી શકાય છે. ફેબ્રુઆરી મહિનામાં પણ ૧૩મી ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રી છે. જેથી સોમવારના દિવસે વધારાની રજા લઇને ફાયદો લઇ શકાશે. મંગળવારના દિવસે મહાશિવરાત્રિની રજા છે.માર્ચ મહિનામાં બીજી માર્ચના દિવસે હોળી પર્વ રહેશે. ત્યારબાદ શનિવાર અને રવિવારના દિવસે રજા રહેશે. શુક્રવારના દિવસે હોળી હોવાથી શનિવાર અને રવિવારના દિવસે રજા રહેશે એટલે કે પરિવાર સાથે સમય ગાળવા ચાર દિવસ મળશે. ૨૯મી માર્ચના દિવસે મહાવીરજ્યંતિ છે. ૩૦મી માર્ચે ગુડફ્રાઇડે છે. ત્યારબાદ શનિવાર અને રવિવાર છે. એટલે કે માર્ચ મહિનામાં લાંબા વિકેન્ડ મળશે. એપ્રિલ મહિનામાં આંશિક નિરાશા રહેશે. અલબત્ત આ મહિને રામનવમી અને હનુમાનજ્યંતિ જેવા મોટા તહેવાર છે પરંતુ આ તહેવાર સપ્તાહની વચ્ચે છે. મે અને જૂન મહિનામાં માત્ર કામ ઉપર ધ્યાન આપવું પડશે. ૧૫મી જૂનના દિવસે શુક્રવારના દિવસે ઇદ તહેવાર રહેશે ત્યારબાદ શનિવાર અને રવિવારના દિવસે રજા રહેશે. ઓગસ્ટમાં તહેવારોની શરૂઆત થાય છે.
આ મહિને રક્ષાબંધન, કૃષ્ણ જન્માષ્ટમીના પર્વ આવશે. ત્યારબાદ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બરમાં તહેવારો રહેશે. ૧૮-૧૯ ઓક્ટોબરના દિવસે દુર્ગાનવમી અને દશેરાની, ગુરુવાર અને શુક્રવારના દિવસની રજાને શનિવાર અને રવિવારને સામેલ કરવામાં આવે તો ચાર રજા થશે. નવેમ્બર મહિનાની શરૂઆત ધનતેરસ અને દિવાળી જેવા પર્વ સાથે થશે. ૨૫મી ડિસેમ્બરે ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવશે. એકંદરે વર્ષ ૨૦૧૮માં અનેકરીતે રજાઓનો માહોલ રહેશે. રજાઓની મસ્તી સમગ્ર વર્ષ દરમિયાન રહી શકશે.

Related posts

ચાર રસ્તા, બ્રીજ પર પાર્કિંગ કરવું ખતરા સમાન છે : ગુજરાત હાઈકોર્ટ

aapnugujarat

ખાંભા પંથકમાં ઘેટા-બકરામાં ભેદી રોગચાળો આવ્યો

aapnugujarat

‘વરરાજા વગરની જાન’માં મહેન્દ્રસિંહનો સ્ટંટ-બાપુ માની ગયા..!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1