Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા તરીકે જ રહ્યા : સોનિયા ગાંધી

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ૧૦૦મી જન્મજ્યંતિએ સંસદ ગૃહમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા તેમના સ્મારક ઉપર જઇને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઇન્દિરા ગાંધીની જન્મજ્યંતિના દિવસે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધીએ હમેશા ધર્મને લઇને ભારતને વિભાજિત કરતા લોકોનો વિરોધ કર્યો હતો. લોખંડી મહિલા તરીકે ઇન્દિરા ગાંધીની ગણતરી કરવામાં આવતી હતી. સોનિયા ગાંધીએ કહ્યું હતુ ંકે, તેમના સમગ્ર શરીરને લોખંડી શક્તિઓ રહેલી હતી. સાહસની તેમની લાઇફ હતી. ઇન્દિરા ગાંધીના જીવન અને સિદ્ધિઓ ઉપર આયોજિત ફોટો પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરતા સોનિયા ગાંધીએ આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધી ખુબ જ શક્તિશાળી નેતા હતા. ૧૯મી નવેમ્બર ૧૯૧૭ના દિવસે જન્મેલા ઇન્દિરા ગાંધી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પુત્રી હતા. ઇન્દિરા ગાંધી ૧૯૬૬થી ૧૯૭૭ અને ત્યારબાદ ૩૧મી ઓક્ટોબર ૧૯૮૪ સુધી તેમની હત્યા સુધી ૧૯૮૦થી વડાપ્રધાન રહ્યા હતા. સોનિયા ગાંધીએ આજે ઇન્દિરા ગાંધી સાથે પોતાના સંબંધોને તાજા કર્યા હતા. ઇન્દિરા ગાંધી તેમના મધરઇનલો (સાસુ) હતા. સોનિયા ગાંધીએ આજે કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકેની અવધિમાં ગ્રીન ક્રાંતિ લાવી હતી. સાથે સાથે બાંગ્લાદેશની રચના તેમના ગાળા દરમિયાન થઇ હતી. ૧૬ વર્ષ દેશનું નેતૃત્વ કર્યું હતું. ગરીબી નાબૂદી, આતંકવાદ, યુદ્ધની તકલીફોનો સામનો કર્યો હતો. તમામ પડકારોને સફળતાપૂર્વક પાર પાડીને ભારતને મજબૂત કરવામાં અને સમૃદ્ધ બનાવવામાં ભૂમિકા ભજવી હતી. બાંગ્લાદેશની રચના તેમના લીધે જ થઇ હતી. આ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને અન્ય નેતાઓ પણ હતા. આ પ્રસંગે સોનિયા ગાંધીએ જુદી જુદી બાબતોને સ્પષ્ટપણે રજૂ કરી હતી. તે પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમની જન્મજ્યંતિના દિવસે તેમના સ્મારક ઉપર પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇન્દિરા ગાંધીને ટિ્‌વટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધીના વિચારો અને નિર્ણાયક કાર્યો તેમને વધુ શક્તિશાળી વ્યક્તિ બનાવે છે.

Related posts

કોંગ્રેસ-ટીડીપી પ્રાઈવેટ લિમિટેડ પાર્ટી : ગડકરી

aapnugujarat

Sonia Gandhi re-elected as chairperson of Congress Parliamentary Party

aapnugujarat

હવે મેડિકલ સેટલમેન્ટ થશે ફટાફટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1