Aapnu Gujarat
બિઝનેસ

FPI દ્વારા ઇક્વિટીમાં હવે બે અબજ ડોલરથી વધુ ઠલવાયા

વિદેશી રોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી ભારતીય ઇક્વિટી માર્કેટમાં બે અબજ અમેરિકી ડોલરની રકમ ઠાલવી દીધી છે. પીએસયુ બેંકોમાં જંગી નાણાં ઠાલવી દેવા માટેની સરકારે જાહેરાત કર્યા બાદ સ્થિતી ખુબ આશાસ્પદ દેખાઇ રહી છે. વૈશ્વિક સ્થિતીમાં પણ સુધારો થઇ રહ્યો છે. સ્થિર કરેન્સીની સ્થિતી પણ આના માટે જવાબદાર છે. છેલ્લા મહિનામાં સ્ટોક માર્કેટમાં ૩૦૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દેવામાં આવ્યા હતા. નવેસરના આંકડા દર્શાવે છે કે વિદેશી રોકાણકારો દ્વારા પહેલીથી ૧૭મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૧૪૩૪૮ કરોડ રૂપિયા અથવા તો ૨.૨ અબજ ડોલરની રકમ ઠાલવી દેવામાં આવી છે. જો કે વિદેશી રોકાણકારોએ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાંથી ૧૨૮૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. એકંદરે વિદેશી રોકાણકારોએ આ વર્ષે ઇક્વિટીમાં ૫૧૭૫૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૧.૪૫ લાખ કરોડનુ રોકાણ કરવામાં આવ્યુ છે. પીએસયુ બેંકોમાં જંગી નાણાં ઠાલવી દેવામા આવનાર છે. રીકેપ બોન્ડ મારફતે ૧.૩૫ લાખ કરોડ આવનાર છે. બેંકોની સ્થિતીને મજબુત કરવા માટે સરકાર દ્વારા ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. નવેસરના આંકડા દર્શાવે છે કે છેલ્લા બે મહિનામાં (ઓગષ્ટ અને સપ્ટેમ્બર) સ્ટોક માર્કેટમાંથી ૨૪૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ હવે લેવાલી જોવા મળી છે. તે પહેલા એફપીઆઇ દ્વારા છેલ્લા મહિનામાં ઇક્વિટીમાં ૩૦૫૫ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ૨૪મી ઓક્ટોબરના દિવસે નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ સ્થિતી વધારે આશાસ્પદ દેખાઇ રહી છે. ફેબ્રુઆરી-ઓગસ્ટના તે પહેલાના છ મહિનામાં એફપીઆઈ દ્વારા ૧.૭૮ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. છેલ્લા આઠ મહિનાના ગાળા દરમિયાન નેટ ઇન્ફ્લોનો આંકડો ૧.૪ લાખ કરોડ રહ્યો છે. તે પહેલા તેમના દ્વારા ૨૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. મૂડી માર્કેટમાં સેબી દ્વારા હાલમાં જ લેવામાં આવેલા પગલાની સીધી અસર એફપીઆઈ ઉપર નોંધાઈ છે. ઇન્ડિયન્સ સિક્યુરિટીમાં તેમની મર્યાદા રાખનાર અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરનાર વિદેશી રોકાણકારો હવે ડેબ્ટ માર્કેટમાં વધારે નાણા રોકી રહ્યા છે. આ સંદર્ભમાં ઇક્વિટી પ્રવાહની સ્થિતિ યથાવત રહી છે. કોટક મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો મેનેજર અંસુલ સહગલે કહ્યું છે કે, એફપીઆઈ દ્વારા લેવામાં આવી રહેલા પગલાના પરિણામ સ્વરુપે શેરબજારમાં પણ આગામી દિવસોમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એફપીઆઈ દ્વારા ભારત ઉપરાંત ચીન જેવા અન્ય દેશો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ચીનમાં વેલ્યુએશન સરખામણીની દ્રષ્ટિએ વધારે આકર્ષક હોવાના આંકડા પહેલાથી જ જારી કરવામાં આવી ચુક્યા છે. જાણકાર લોકો માની રહ્યા છે કે સ્થિતીમાં હજુ સુધારો થઇ શકે છે. શેરબજારમાં રહેલી સ્થિતીની અસર પણ વિદેશી રોકાણકારો પર થઇ શકે છે. કેટલાક નકારાત્મક પરિબળોની અસર પણ હાલમાં દેખાઇ રહી છે. જો કે વિદેશી રોકાણકારો ખુબ સાવધાનીપૂર્વક આગળ વધવા માટે ઇચ્છુક છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો પણ એફપીઆઇના વલણને ધ્યાનમાં લઇને આગળ વધી રહ્યા છે.

Related posts

કેસ ઉકેલવા માગું છું, મારો બિઝનેસ બંધ કરી દેવાયો છે : મેહુલ ચોક્સી

aapnugujarat

મધ્યપ્રદેશમાં છેડતીનો વિરોધ કરવા પર દલિત વિદ્યાર્થિનીને જીવતી સળગાવી

aapnugujarat

અખાત્રીજ પૂર્વે ભાવ ઘટતાં સોનામાં સુગંધ ભળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1