Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૩૧,૨૪૯ કરોડ વધી

છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોપની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની સંયુક્ત માર્કેટ મુડી ૩૧૨૪૯.૩૬ કરોડ સુધી વધી ગઇ છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન જે કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે તેમાં આરઆઇએલ, ટીસીએસ, એચડીએફસી બેંક, એસબીઆઇ, મારૂતિ સુઝુકી ઇન્ડિયા, ઇન્ફોસીસનો સમાવેશ થાય છે. જ્યારે આઇટીસી, હિન્દુસ્તાન યુનિલિવર લિમીટેડ, એચડીએફસી અને ઓએનજીસીને છેલ્લા સપ્તાહ દરમિયાન નુકસાન થયુ છે. તેમની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં આરઆઇએલની માર્કેટ મુડી૧૬૫૯૨.૬૩ કરોડ વધીને હવે ૫૭૬૧૧૮.૯૬ કરોડ સુધી પહોંચી ગઇ છે. મારૂતિ સુઝુકીની માર્કેટ મુડીમાં ૫૩૦૯.૦૬ કરોડનો વધારો થતા તેની માર્કેટ મુડી ૨૫૧૯૫૫.૯૨ કરોડ સુધી પહોંચી ગઇ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની માર્કેટ મુડીમાં છેલ્લા સપ્તાહમાં ૩૬૨૫.૫૭ કરોડનો વધારો થયો છે. જેથી તેની માર્કેટ મુડી હવે વધીને ૨૯૧૨૪૫.૪૯ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ઇન્ફોસીસની માર્કેટ મુડી ૨૩૭૭.૩૯ કરોડ વધી જતા તેની માર્કેટ મુડી હવે વધીને ૨૨૩૦૨૬.૫૬ કરોડ સુધી પહોંચી ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડીમાં ૨૦૪૨.૯૯ કરોડનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મુડી વધીને ૪૭૨૪૯૭.૭૫ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે માર્કેટ મુડીની દ્રષ્ટિએ બીજા સ્થાને રહેલી ટીસીએસની માર્કેટ મુડીમાં ૧૩૦૧.૭૨ કરોડનો વધારો થતા તેની માર્કેટ મૂડી વધીને ૫૧૮૭૯૧.૦૮ કરોડ થઇ છે. બીજી બાજુ ઓએનજીસીની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. તેની માર્કેટ મૂડી ઘટીને ૨૨૭૭૮૯.૯૨ કરોડ થઇ ગઇ છે. આઈટીસીની માર્કેટ મૂડી ૪૬૩૦.૫ કરોડ ઘટી ગઇ છે જેથી તેની માર્કેટ મૂડી ૩૧૩૮૩૭.૮૭ કરોડ થઇ ગઇ છે. એચયુએલની માર્કેટ મૂડીમાં પણ ૨૬૨૯.૮૪ કરોડનો ઘટાડો થયો છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઇએલ પ્રથમ ક્રમાંકે અને ટીસીએસ બીજા ક્રમાંકે છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૨૮ પોઇન્ટનો વધારો થયો હતો. નિફ્ટીમામાં પણ ૩૮ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

Related posts

हम 1 जुलाई से रीपो रेट से जुड़े होम लोन ऑफर करेंगे : SBI

aapnugujarat

માત્ર ૯૦૦ રુપિયામાં ખરીદી શકાશે હીરો, બીજે ક્યાંય નહીં ફક્ત ભારતમાં મળશે આ સુવિધા

aapnugujarat

वीवो इंडिया भारत में करेगी 4000 करोड़ रुपये से अधिक का निवेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1