Aapnu Gujarat
બિઝનેસ

માત્ર ૯૦૦ રુપિયામાં ખરીદી શકાશે હીરો, બીજે ક્યાંય નહીં ફક્ત ભારતમાં મળશે આ સુવિધા

હીરાની ચમકથી અંજાયેલાં હો, પણ ખરીદી પહોંચ બહારની વાત લાગતી હોય તો એક સારા સમાચાર શેર કરીએ છીએ. હીરાના ચાહકો હવે ૯૦૦ રુપિયાના રોકાણમાં સારી ગુણવત્તાનો હીરો ખરીદી શકાશે. આ માટે અઢી વર્ષ સુધી દર મહિને ૯૦૦ રુપિયા ભરવાના રહેશે. તાજેતરમાં ઇન્ડિયન કોમોડિટી એક્સચેન્જને સેબીની મંજૂરી મળતાં દુનિયાનું સૌપ્રથમ ડાયમંડ ટ્રેડિંગ માર્કેટ શરુ થશે. આઈસીઇએક્સ સીસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન શરુ કરવાનું છે જેથી રીટેઇલ બાયર્સ મૂલ્યવાન રત્ન ખરીદી શકે.આ પ્રકારનું એસઆઈપી માર્કેટ બીજે ક્યાંય નથી. એસઆઈપી સ્કીમમાં ખરીદનારે આઈસીઇએક્સના બ્રોકર પાસે એક એકાઉન્ટ ખોલાવી કેવાયસી પૂર્ણ કરાવી, કેટલીક રકમ જમા કરાવવાની રહેશે. તેમ જ બ્રોકરને કહેવાનું રહેશે કે દર મહિનાની કઇ નિશ્ચિત તારીખે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હીરો ખરીદે.૩૦ સેન્ટ, ૫૦ સેન્ટ અને ૧૦૦ સેન્ટ-એક કેરેટ એમ ત્રણ અલગઅલગ આકારના હીરામાં આ ટ્રેડિંગ શરુ થશે. હીરા ડીમેટ ફોર્મમાં મળવાથી ગ્રાહકના લાભમાં રહેશે કે ઇચ્છે તો એક સેન્ટ હીરો પણ ખરીદી શકાય છે. ૩૦ સેન્ટ સુધી વજન થયાં પછી ડીમેટ ફોર્મના હીરાને ફિઝિકલ ફોર્મમાં કન્વર્ટ કરી શકાશે. ૫૦ સેન્ટ અને ૧ સેન્ટના હીરા માટે પણ એસઆઇપી સ્કીમ રાખવામાં આવી છે. હાલમાં ૩૦ સેન્ટ હીરાની કીમત ૨૪,૦૦૦ રુપિયા છે એટલે ૯૦૦ રુપિયે એક સેન્ટ મળે. જો ૩૦ મહિના સુધી ૯૦૦ રોકાણ કરવામાં આ તો અઢી વર્ષ પછી હીરો તેના હાથમાં આવી જાય. હા એક વસ્તુ છે કે આઈસીઇએક્સમાં હીરાની કીમતના આધાર પર દર મહિને એસઆઇપી રકમ વધતીઓછી થઇ શકે છે.ઇસીઆઈસી અધિકારીના જણાવ્યાં મુજબ જો રોકાણકર્તા કેટલાક મહિના પછી એસઆઇપી રકમ ન આપી શકે તો શેરની જેમ જ તેણે જેટલા વજનનો હીરો ખરીદી લીધો હોય તે ડીમેટ એકાઉન્ટમાં જમા રહેશે અને ફરી જ્યારે ખરીદી શરુ કરવી હોય ત્યારે કરી શકે છે.આ ઉપરાંત, એસઆઇપી અવધિ દરમિયાન પોતાના એકાઉન્ટમાં જમા હીરાને આઇસીઇએક્સ પર વેચી પણ શકાય છે અને માર્કેટમાં જે કીમત હોય તે રોકડી કરી શકાય છે.
આઇસીઇએક્સ જોકે પ્રાકૃતિક હીરાની ટ્રેડિંગની મંજૂરી આપશે. આ ક્ષેત્રની મોટી કંપની ડીબીયર્સ હીરાની શુદ્ધતા, ગુણવત્તા,કટ, પોલિશ વગેરેનું સર્ટિફિકેટ આપશે. જ્યારે દુનિયાની સૌથી મોટી ડાયમંડ કુરિયર કંપની માલ્કા પોતાના ભારતીય એકમ માલ્કા એમિટ દ્વારા ગ્રાહક સુધી હીરો પહોંચાડશે.

Related posts

ટ્રેડ વોરની સ્થિતિની વચ્ચે દલાલ સ્ટ્રીટમાં પ્રવાહી સ્થિતિના એંધાણ

aapnugujarat

ऑफलाइन सेगमेंट में कदम रख सकता हैं फ्लिपकार्ट

aapnugujarat

શેરબજારમાં ૧૩૬ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1