Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

નોર્થ કોરિયાને ટ્રમ્પની વધુ એક ચેતવણીઃ યુદ્ધના ભયાનક પરિણામની કલ્પના પણ નહીં કરી શકો

અમેરિકા ઉપર પરમાણુ હુમલો કરવાની નોર્થ કોરિયાની ધમકીના પગલે અમેરિકાએ પણ નોર્થ કોરિયાને વધુ એકવાર ચેતવણી આપી દીધી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો નોર્થ કોરિયા તેની હરકતો બંધ નહીં કરે તો અમેરિકા તેના એવા હાલ કરીશે કે તે યુદ્ધના ભયાનક પરિણામની કલ્પના પણ નહીં કરી શકે.
આ પહેલાં નોર્થ કોરિયાએ અમેરિકાને કહ્યું હતું કે, તેઓ ગુઆમ દ્વીપ પર કોઈ પણ સમયે હુમલો કરી શકે છે. આપને જણાવી દઈએ કે, પેસિફિક સમુદ્રમાં આવેલા ગુઆમ દ્વીપમાં અમેરિકાનો આર્મી બેસ આવેલો છે.અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાને જણાવ્યું છે કે, અમેરિકાને વધુ પડતી વધારે ધમકી આપવી નોર્થ કોરિયા માટે યોગ્ય નથી. અમેરિકા નોર્થ કોરિયા ઉપર એટલું ફાયરિંગ કરશે કે, હજી સુધી વિશ્વમાં કોઈએ ક્યારેય નહીં જોયું હોય. કારણકે કિમ જોંગ જે પ્રકારની વાત કરી રહ્યા છે તેને હળવાશથી લઈ શકાય નહીં. પ્રાપ્ત અહેવાલો મુજબ નોર્થ કોરિયાએ ન્યૂક્લિયર વોરહેડનું એક નાનું સ્વરૂપ તૈયાર કર્યું છે જેને મિસાઈલની અંદર ફીટ કરી શકાય છે.આ તરફ અમેરિકાના ડેમોક્રેટ સાંસદોએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની ટીકા કરી છે. સિલિકોન વેલીના ભારતીય મૂળના અમેરિકન સાંસદે જણાવ્યું છે કે, નોર્થ કોરિયાને ધમકી આપવાનો આ યોગ્ય સમય નથી. તે સતત લાંબા અંતરની મિસાઈલોનું પરિક્ષણ કરી રહ્યું છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ મુદ્દે કૂટનીતિથી કામ લેવું જોઈએ અને સીનિયર નેતાઓ સાથે આ અંગે ચર્ચા કરવી જોઈએ. ઉપરાંત સાંસદે એમ જણાવ્યું કે, યુનાઈટેડ નેશને નોર્થ કોરિયા પર શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ.યુનાઈટેડ નેશનમાં અમેરિકન એમ્બેસ્ડર નિક્કી હેલે જણાવ્યું કે, નોર્થ કોરિયાના મિસાઈલ ટેસ્ટથી ઉદભવેલા સંભવિત જોખમ સામે અમેરિકા યોગ્ય પગલાં લેશે. હેલે યુનાઈટેડ નેશન સમક્ષ રજૂઆત કરી કે, નોર્થ કોરિયાનો ખતરો ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને વધુ ખતરનાક થઈ રહ્યો છે.

Related posts

આંબેડકર જ્યંતિને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારોને કડક સુચનાઓ

aapnugujarat

अमेरिका की सख्ती से चीन के करीब जाएगा पाकिस्तान

aapnugujarat

સેંસેક્સ ૩૬૩ પોઈન્ટ ગગડીને બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1