Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૩૬૩ પોઈન્ટ ગગડીને બંધ

શેરબજારમાં આજે જોરદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ ૩૬૩ પોઈન્ટ ઘટીને ૩૮૬૦૦ની નીચી સપાટીએ રહ્યો હતો. યસ બેંક, તાતા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ અને એચડીએફસીના શેરમાં સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. જ્યારે બીએસઈના ૩૦ ઘટકો પૈકીના પાંચ શેરમાં તેજી રહી હતી. નિફ્ટી ૧૧૪ પોઈન્ટ ઘટીને ૧૧૫૯૮ની નીચી સપાટીએ રહ્યો હતો. ૧૧૪૬ શેરોમાં મંદી અને નેશનલ સ્ટોક એક્ષચેન્જમાં ૫૪૧ શેરમાં તેજી જામી હત. એકમાત્ર નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં તેજી રહી હતી. અન્ય સેકટર ઈન્ડેક્ષમાં મંદીનો માહોલ રહ્યો હતો. નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ અને નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૧૧૭ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટ ૧૪૬૬૬ રહી હતી. જ્યારે એસએમપી સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧૨૪ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૪૨૪ રહી હતી. આજે સવારના કારોબાર દરમિયાન કેડિલા હેલ્થકેરના શેરમાં બાવન સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી. યસ બેંકના શેરમાં ૫.૩ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. સર્વિસ સેકટરમાં સાત મહિનામાં સૌથી ધીમી ગતિ જોવા મળી છે કારણ કે કેટલાક બિઝનેસ નિર્ણયો મોકુફ રાખવામાં આવ્યા છે. છેલ્લા સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સમાં ૩૮૯૬૩ની સપાટી રહી હતી. જ્યારે નિફ્ટી-૫૦માં ૪૨ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૭૦૨ રહી હતી. જે પરિબળોની અસર આજથી શરૂ થયેલા નવા કારોબારી સેશનમાં રહેનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર મંત્રણાનો સમાવેશ થાય છે. ચીની પ્રતિનિધિમંડળ બુધવારના દિવસે અમેરિકા પહોંચશે અને સૂચિત વેપાર સમજૂતિ ઉપર ચર્ચા કરશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચુક્યા છે કે ચીન સાથેની વેપાર મંત્રણા ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ દ્વારા કહેવામાં આવી ચુક્યું છે કે બેજિંગ સાથે વેપાર વિવાદને ટૂંકમાં જ ઉકેલી લેવામાં આવશે. આગામી બે સપ્તાહની અંદર જ યોગ્ય નિકાલ સમસ્યાનો કરાશે. ૨૧૬ કંપનીઓના માર્ચ ત્રિમાસિક ગાળામાં કમાણીના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. વેદાંતા, એસ્કોર્ટ અને સીએટના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે.
બુધવારના દિવસે ટાઈટન કંપની અને ધનલક્ષ્મી બેંકના પરિણામ જાહેર કરાશે. ગુરૂવારે એચસીએલટેક અને અપોલો ટાયરના પરિણામ જાહેર કરાશે. શુક્રવારના દિવસે મૂડીરોકાણકારો દ્વારા ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટના આંકડા જારી કરવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૨૦ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. મેન્યુફેકચરીંગ સેકટરમાં સીધી અસર જોવા મળી રહી છે. શુક્રવારના દિવસે બ્રેન્ટ ક્રુડની કિંમત બેરલદીઠ ૭૦.૮૫ ડોલર પર રહી હતી. યુએસ ક્રુડની કિંમત ત્રણ ટકા સુધી ઘટી ચુકી છે. વિદેશી ફંડ પ્રવાહની વાત કરવામાં આવે તો ૩ મહિનામાં ૭૨૩૯૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં મૂડી પ્રવાનો આંકડો ૨૧૧૯૩ કરોડ રૂપિયાનો રહ્યો છે.

Related posts

HDFC Bank voted Most Honoured Company by analysts

aapnugujarat

ગોલ્ડમેન સાશ ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે

aapnugujarat

અમરનાથ દર્શન માટે ૨૯૨૨ લોકો રવાના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1