Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમરનાથ દર્શન માટે ૨૯૨૨ લોકો રવાના

અમરનાથ યાત્રા શાંતિપૂર્ણરીતે ચાલી રહી છે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથના દર્શન માટે આજે ૨૯૨૨થી વધુ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના થઇ હતી. હજુ સુધી ૧.૭૬ લાખ શ્રદ્ધાળુઓ અમરનાથના દર્શન કરી ચુક્યા છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે ૧૨૧ વાહનોમાં બે બેઝ કેમ્પ માટે શ્રદ્ધાળુ રવાના થયા હતા જેમાં ૭૨૫ મહિલાઓ, ૯૩ સાધુ સંતો સહિત ૨૯૨૨ શ્રદ્ધાળુ બાલતાલ અને પહેલગામના બેઝકેમ્પ માટે રવાના થયા હતા. અમરનાથ યાત્રા દરમિયાન જુદી જુદી ઘટનાઓમાં હજુ સુધી ૧૩ના મોત થઇ ચુક્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૧.૭૬ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. નુનવાન બેઝકેમ્પ માટે ૧૪૮૦ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ૩૬ કિલોમીટરના પહેલગામ ટ્રેક ઉપર આ શ્રદ્ધાળુઓ રવાના થયા છે જ્યારે બીજા ૧૪૪૨ શ્રદ્ધાળુઓ ૧૨ કિલોમીટરના ટુંકા બાલતાલ રુટ ઉપર રવાના થયા છે. હાલમાં ભારે વરસાદ, ખરાબ હવામાન અને પ્રતિકુળ સંજોગોના કારણે અમરનાથ યાત્રાને વારંવાર મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અભૂતપૂર્વ છે.

Related posts

15 दिनों के अंदर घर भेजे जाएं प्रवासी मजदूर : सुप्रीम

editor

सिद्धू ने फिर किसानों के समर्थन में किया ट्वीट : ‘क्रांति कभी भी पीछे की ओर नहीं जाती’

editor

નરેન્દ્ર મોદી શાસન કરવા માટે સક્ષમ નથી : પ્રિયંકા

editor

Leave a Comment

UA-96247877-1