અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાશ પ્રાઈવેટ ઈક્વિટી બિઝનેસ દ્વારા આગામી ત્રણથી ચાર વર્ષમાં ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે. દર વર્ષે સરેરાશ ૨૦થી ૩૦ કરોડ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન છે.ફાઈનેન્શિયલ સર્વિસીસ સેકટર અને કવાસી રિયલ એસ્ટેટ સેકટરમાં રોકાણ માટેની બે ડિલ્સ ફાઈનલ સ્ટેજમાં છે. ગોલ્ડમેન સાશએ મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર અને મેકસ ઈન્ડિયા જેવી લિસ્ટેડ કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. કંપની મોટી કંપનીઓમાં મેજોરિટી હિસ્સો તેમ જ ટર્નઅરાઉન્ડ થઈ શકે એવી સ્ટ્રેસડ એસેટ્સ ખરીદવામાં રસ ધરાવે છે.વર્ષ ૨૦૧૬માં કંપનીએ ભારતમાં પાંચ ડિલ્સ દ્વારા ૩૭.૯૦ કરોડ ડોલર, વર્ષ ૨૦૧૫માં પાંચ ડિલ્સ દ્વારા ૫૪.૩૦ કરોડ ડોલર અને વર્ષ ૨૦૧૪માં ત્રણ ડિલ્સ દ્વારા ૧૪.૨૦ કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું.