Aapnu Gujarat
બિઝનેસ

ભારતમાં એશિયાઈ દેશોમાંથી પણ રોકાણ વધ્યું

વિકસિત દેશોમાંથી ભારતમાં રોકાણ વધી રહ્યું છે. તેની સાથે-સાથે એશિયાના દેશો જેવા કે સિંગાપોર, દક્ષિણ કોરિયા, હોંગકોંગ દેશોમાંથી પણ ભારતમાં રોકાણ વધી રહ્યું છે. ભારત માત્ર બહુરાષ્ટ્રીય કંપનીઓ જ નહીં, પરંતુ એશિયાના દેશો માટે પણ રોકાણનું મહત્ત્વનું સ્થાન બન્યું છે.કુલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટેમેન્ટમાં એશિયાના દેશોનો હિસ્સો છેલ્લાં ચાર નાણાકીય વર્ષમાં બમણાથી પણ વધુ વધ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૪ અને નાણાકીય વર્ષ ૨૦૧૭ની વચ્ચે તેમની સરેરાશ લગભગ વાર્ષિક ૨૮ ટકા હતી તેમ કેર રેટિંગ્સના ડેટામાંથી બહાર આવ્યું છે. તેમણે સિંગાપોર, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, ચીન, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, તાઇવાન અને શ્રીલંકા એમ દશ એશિયન દેશોને ગણતરીમાં લીધા હતા.રેટિંગ્સ એજન્સીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માત્ર મોટા દેશોમાંથી જ આવતું હતું, જ્યારે એશિયાના દેશોમાં એફડીઆઇ લગભગ પાંચથી દશ ટકા હોય છે. હવે કોરિયા, તાઇવાન, ચીન અને જાપાન સહિતના દેશોમાંથી ૨૫થી ૩૦ ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે.

Related posts

ભારતનો જીડીપી ગ્રોથ ૨૦૧૮-૧૯માં ૭.૩ ટકા રહેશે : વર્લ્ડ બેંક

aapnugujarat

એક્સિસ બેંક વોટ્‌સ એપથી પેમેન્ટની સુવિધા પુરી પાડશે

aapnugujarat

સેન્સેક્સ ૭૦૦ અંક ઉછળ્યો

editor

Leave a Comment

UA-96247877-1