Aapnu Gujarat
બિઝનેસ

દલાલ સ્ટ્રીટમાં હાલ ઉથલપાથલ રહેશે : સાત પરિબળો ઉપર નજર

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ઉતારચઢાવની સ્થિતિ રહ્યા બાદ આજથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં દલાલ સ્ટ્રીટમાં સાત પરિબળોની મુખ્ય અસર જોવા મળશે. આ સાત પરિબળો બજારની દિશા નક્કી કરશે. ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, માઇક્રોઇકોનોમિક ડેટાના નબળા આંકડા, અનેક બ્લુચીપ કંપનીઓ તરફથી અપેક્ષા કરતા નબળા પરિણામ જેવા પરિબળોની સીધી અસર જોવા મળશે. જો કે, અમેરિકાની રેટિંગ સંસ્થા મૂડ દ્વારા ભારતના રેટિંગમાં સુધારો કરવામાં આવ્યા બાદ છેલ્લા બે સેશનમાં તેજી જામી હતી. કારોબારના અંતે શુક્રવારે સેંસેક્સ ૨૩૬ પોઇન્ટ ઉછળીને ૩૩૩૪૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૩૦૦થી નજીક પહોંચીને બંધ રહ્યો હતો. સાપ્તાહિક આધાર બીએસઈ ૩૦ શેર સેંસેક્સમાં એક ટકાનો અને નિફ્ટીમાં ૦.૫૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં આવતીકાલથી થતાં કારોબારી સેશનમાં જે પરિબળોની અસર થશે તેમાં મૂડીના પરિણામ, વૈશ્વિક ઘટનાક્રમ, રૂપિયાની હિલચાલ, નિફ્ટીની સપાટી, આરકોમની સ્થિતિનો સમાવેશ થાય છે. વૈશ્વિક રેટિંગ સંસ્થા મૂડીએ શુક્રવારના દિવસે ભારતની રેટિંગ છેલ્લા ૧૪ વર્ષમાં પ્રથમ વખત સુધારી હતી. મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા માળખાકીય સુધારાઓને મંજુરી આપી હતી. આમા જણાવવામાં આવ્યું છે કે, આર્થિક સુધારાઓના પરિણામ સ્વરુપે દેવાના બોજમાં ઘટાડો થશે. વિકાસમાં તેજી આવશે. દેશના રેટિંગને સુધારવાનો નિર્ણય કરાયો હતો.
નિફ્ટીમાં મૂડીના પરિણામની અસર રહી હતી. બીએસઈ સેંસેક્સમાં જે ઘટકોની અસર રહેશે તેમાં ઇન્ડસ બેંક, યશ બેંકનો સમાવેશ થાય છે. આ બંને સિપ્લા અને લ્યુપિનની જગ્યાએ ૩૦ શેરમાં પ્રવેશ કરશે. એશિયા ઇન્ડેક્સ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી ચુકી છે. આવતીકાલે તેને અમલી બનાવી દેવામાં આવશે. આ ઉપરાંત ફેડરલ બેંક, ગ્રાસીમ, બજાજ હોલ્ડિંગ પણ ટોપ ૧૦૦ લિસ્ટેડ કંપનીઓના ઇન્ડેક્સમાં સામેલ થશે. આ શેરોમાં આવતીકાલે કારોબાર દરમિયાન તીવ્ર તેજી રહી શકે છે. સરકારે છેલ્લા એક દશકની અંદર ખાદ્ય તેલ ઉપર આયાત ટેક્સ સૌથી વધુ વધારી દીધો છે. સ્થાનિક ખેડૂતોને સમર્થન આપવાના હેતુસર આ નિર્ણય કરાયો છે. ડ્યુટીમાં વધારા બાદ તેલિબિયાની કિંમતો વધશે અને સ્થાનિક માર્કેટમાં ખેડૂતોને ફાયદો થશે. વર્ષ ૨૦૧૭-૧૮માં માર્કેટિંગ વર્ષમાં ખાદ્યતેલની આયાતને મર્યાદિત કરવામાં આનાથ મદદ મળશે. પહેલી નવેમ્બરના દિવસે વર્ષ ૨૦૧૭-૧૮ના માર્કેટિંગ વર્ષની શરૂઆત થઇ હતી. સરકારે ક્રૂડ પામ ઓઇલ પર આયાત ટેક્સને બે ગણો કરી દીધો છે જ્યારે રિફાઇન્ડ પામ ઓઇલ ઉપર ડ્યુટી ૨૫ ટકાથી વધારીને ૪૦ ટકા કરી દેવામાં આવી છે.

Related posts

જીએસટી અમલી થયા બાદ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ મોંઘા

aapnugujarat

રિટેલ ફુગાવો ફેબ્રુઆરીમાં ૪ મહિનાની ઉંચી સપાટીએ

aapnugujarat

દેશમાં ઇસ્લામિક બેંક લાવવા માટેની દરખાસ્ત નામંજુર થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1