Aapnu Gujarat
બિઝનેસ

રિટેલ ફુગાવો નવેમ્બરમાં ૪ ટકાથી પણ ઉપર રહેશે

રિટેલ ફુગાવો નવેમ્બર મહિનામાં ચાર ટકાના આંકડાને પાર કરી જાય તેમ માનવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, શાકભાજી અને તેલ કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. નોમુરા, મોર્ગન સ્ટેઇન્લી જેવી વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓના કહેવા મુજબ કિંમતોમાં દબાણની સીધી અસર આગામી મહિનાઓમાં જોવા મળી શકે છે. અર્થતંત્રમાં તેજીના ભણકારા પણ દેખાઈ રહ્યા છે. શાકભાજી અને તેલ કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. નોમુરાએ રિસર્ચ નોટમાં કહ્યું છે કે, સીપીઆઈ ફુગાવો નવેમ્બર મહિનામાં ચાર ટકાથી ઉપર પહોંચી શકે છે અને તે વર્ષ ૨૦૧૮માં ચાર ટકાના આરબીઆઈના ટાર્ગેટથી ઉપર રહેશે. ફ્યુઅલ ફુગાવો હેડલાઈન સીપીઆઈ ફુગાવાને વધારે તેવી સ્થિતિ છે. ઓક્ટોબર મહિનામાં સીપીઆઈ ફુગાવો સાત મહિનાની ઉંચી સપાટીએ પહોંચીને ૩.૫૮ ટકા સુધી પહોંચી ગયો હતો. નવેમ્બર મહિનામાં સીપીઆઈ ફુગાવો ૪.૫ ટકા સુધી પહોંચી શકે છે. ડુંગળીની આયાત, સંગ્રહખોરીને રોકવા જેવા સરકારી પગલાના પરિણામ સ્વરુપે ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતોને કાબૂમાં લેવામાં અસરકારક રહેશે. જૂન મહિના બાદથી રિટેલ ફુગાવામાં સતત વધારો થઇ રહ્યો છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઈઆઈપી) દ્વારા નક્કી કરવામાં આવતા ફેક્ટ્રી ઉત્પાદનમાં મંદી વચ્ચે જૂન બાદથી જ રિટેલ ફુગાવો સતત વધી રહ્યો છે.
મોર્ગન સ્ટેઇન્લીના અર્થશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ તેલ કિંમતો અને ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં વધારા ઉપરાંત વધુ રાજ્યો દ્વારા એચઆરએ સંબંધિત વધારાના અમલીકરણની સ્થિતિ અસર થઇ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચોથી ઓક્ટોબરના દિવસે તેની પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં યથાવત રાખ્યા હતા. ફુગાવાની દહેશતને ધ્યાનમાં લઇને આ રેટ યથાવત રખાયા હતા. સાથે સાથે વર્તમાન નાણાંકીય વર્ષ માટે વિકાસ દરની આગાહી ઘટાડીને ૬.૭ ટકા કરી હતકી.

Related posts

શેર બાયબેકની દરખાસ્ત ઉપર ટીસીએસ બોર્ડ આવતીકાલેે વિચારશે

aapnugujarat

कोयला आपूर्ति मामले में अदाणी इंटरप्राइजेज ने दी सफाई

aapnugujarat

બેલ્જિયમે નીરવ મોદીનાં બે બેંક ખાતાં ફ્રિઝ કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1