Aapnu Gujarat
બિઝનેસ

બેલ્જિયમે નીરવ મોદીનાં બે બેંક ખાતાં ફ્રિઝ કર્યાં

પંજાબ નેશનલ બેંકને રૂ. ૧૩,૦૦૦ કરોડથી વધુનો ચૂનો લગાવીને વિદેશમાં ફરાર થઈ ગયેલા હીરાના વેપારી નીરવ મોદીનાં બે બેંક ખાતાં બેલ્જિયમ સરકાર દ્વારા ફ્રિઝ કરવામાં આવ્યાં છે.
ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતીને ધ્યાનમાં લઈને આ પગલું લેવામાં આવ્યું છે.ઈડીએ મોદીનાં બેંક ખાતાં ફ્રીઝ કરાવવા અને તેમાં પડેલી રકમનો ઉપયોગ રોકવા માટે ડિપ્લોમેટિક સૂત્રોની મદદ લીધી હતી. પીએનબીનું કૌભાંડ બહાર આવ્યા પછી અને તપાસ હાથ ધરાયા પછી તમામ એજન્સીઓ તેને લગતી કંઈકને કંઈક વિગતોની શોધમાં લાગી ગઈ છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા પણ મહત્ત્વની વિગતો એકઠી કરવામાં આવી છે.
દિલ્હીની સરકારી બેંકમાં મની લોન્ડરિંગ દ્વારા રૂ. ૫,૯૦૦ કરોડનું કૌભાંડ આચરવાના મામલામાં ઈડીએ ગયા અઠવાડિયે નીરવ મોદીની કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ અને મોદીના ખાસ સાથીની ધરપકડ કરી હતી. ઈડીએ આશરે ૧૨થી વધુ દેશોને મોદીના વિદેશોના ધંધાની માહિતી અને સંપત્તિની વિગતો મોકલી આપવા કાનૂની રજૂઆત કરી છે. ભારતમાં નીરવ મોદી સામે ક્રિમિનલ કેસ કરવા માટે ૨૫૧ સર્ચ કામગીરી હાથ ધરાઈ હતી. ઈડી અને અન્ય તપાસસંસ્થાઓ દ્વારા અત્યાર સુધીમાં નીરવ મોદીની રૂ. ૭,૬૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે, જેમાં હીરા, સોનું, કિંમતી અને અર્ધકિંમતી રત્નો તેમજ અન્ય સ્થાવર અને જંગમ મિલકતનો સમાવેશ થાય છે.ઈડીએ બેલ્જિયમ ઉપરાંત હોંગકોંગ, સ્વિટ્‌ઝરલેન્ડ, અમેરિકા, યુકે, દુબઈ, સિંગાપુર અને સાઉથ ઓફ્રિકાને લેટર્સ રોગેટરીઝ મોકલ્યા છે. ૨૦૧૧ પછીના પીએનબીના ઓડિટર્સ રિપોર્ટ પણ આરબીઆઈ પાસેથી માગવામાં આવ્યા છે.

Related posts

आदि गोदरेज को 2018-19 में कुल 6.07 करोड़ रुपये का पारितोषिक मिला

aapnugujarat

પીએસયુ વિમા કંપનીઓને ૪૦૦૦ કરોડ મળી શકે છે

aapnugujarat

ડેબ્ટ માર્કેટમાં ૧.૫ અબજ ડોલરનું જંગી રોકાણ કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1