Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પીએસયુ વિમા કંપનીઓને ૪૦૦૦ કરોડ મળી શકે છે

નાણામંત્રી પીયુષ ગોયેલ પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરનાર છે. આવી સ્થિતિમાં જુદા જુદા ક્ષેત્રો માટે પગલા લેવામાં આવનાર છે. બજેટમાં પીએસયુ જનરલ ઇન્સ્યોરસ માટે ૪૦૦૦ કરોડ રૂપિયા મૂડી ઠાલવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. વિમા કંપનીઓને રાહત આના લીધે મળી શકે છે. ૨૦૧૯-૨૦ માટે વોટ ઓન એકાઉન્ટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ થશે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસ દ્વારા ત્રણ વિમા કંપનીઓ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની, ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપની અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં ફંડ ઠાલવવા માટે બજેટમાં ૪૦૦૦ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. બજેટમાં આપવામાં આવનાર મૂડી પર આધારિત વ્યક્તિગત ફાળવણી ખુબ ઉપયોગી રહેનાર છે. આ મૂડી તેમની નાણાંકીય સ્થિતિને મજબૂત કરવામાં ભૂમિકા અદા કરશે. સરકારી માલિકીની કંપનીઓ સહિત ઘણી બધી સામાન્ય વિમા કંપનીઓની પ્રોફિટિબિલીટીને પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે. નાણામંત્રી હાલમાં અસ્વસ્થ હોવાના કારણે તેમની જગ્યાએ પીયુષ ગોયેલને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જેટલીએ અગાઉ પોતાના ભાષણમાં જાહેરાત કરી હતી કે, ત્રણેય કંપનીઓને એક વિમા કંપનીમાં મર્જ કરી દેવામાં આવશે. મર્જરની પ્રક્રિયાને વર્તમાન નાણાંકીય વર્ષ દરમિયાન પરિપૂર્ણ કરવામાં આવશે. ૩૧મી માર્ચ ૨૦૧૭ મજબ ત્રણેય કંપનીઓએ સાથે મળીને ૨૦૦ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટસ મેળવી હતી અને કુલ પ્રિમિયમનો આંકડો ૪૧૪૬૧ કરોડનો રહ્યો હતો. માર્કેટ હિસ્સેદારી ૩૫ ટકાની આસપાસની હતી. તેમની સંયુક્ત સંપત્તિ ૯૨૪૩ કરોડ રહી હતી. કુલ કર્મચારીઓની સંખ્યા ૬૦૦૦ ઓફિસોમાં ૪૪૦૦૦ રહી હતી. બજેટને લઇને વિમા કંપનીઓનું ધ્યાન પણ કેન્દ્રિત થઇ ગયું છે.

Related posts

Market crash: Sensex down by 769.88 points, Nifty closes at 10797.90

aapnugujarat

એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આર્મને વેચવા તૈયારી

aapnugujarat

મોટાભાગના પક્ષોએ ઇવીએમમાં ફરીથી શ્રદ્ધા દાખવી છે : મુખ્ય ચૂંટણી કમિશનર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1