Aapnu Gujarat
બિઝનેસ

શેર બાયબેકની દરખાસ્ત ઉપર ટીસીએસ બોર્ડ આવતીકાલેે વિચારશે

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ટીસીએસની બોર્ડ બેઠક આવતીકાલે મળનાર છે જેમાં બાયબેક શેરની દરખાસ્ત ઉપર વિચારણા કરવામાં આવશે. જાણકાર લોકોનું કહેવું છે કે, ૨૦૧૭માં જે રીતે બાયબેકની યોજના અપનાવવામાં આવી હતી તેવી જ રીતે આ યોજનાને આગળ વધારવામાં આવશે. કંપનીના બોર્ડે ગયા વર્ષે ૧૬૦૦૦ કરોડ રૂપિયાના શેર ફેર ખરીદી માટેની જાહેરાત કરી હતી. એપ્રિલમાં કંપનીએ બોનસ શેરના ઇશ્યુ સાથે આની શરૂઆત કરી હતી. ટીસીએસે કહ્યું છે કે, આ વર્ષમાં ઉભા કરવામાં આવેલા રોકડ નાણા પૈકી નવેસરથી કેશના સ્વરુપમાં નાણા વિતરણ કરવામાં આવનાર છે. આઈડીબીઆઈ કેપિટલમાં નિષ્ણાત ઉર્મિલ શાહનું કહેવું છે કે, આ વર્ષે બાયબેકના પ્રમાણમાં નફાની શક્યતા વધારે દેખાઈ રહી છે. ૨૦૧૮માં નફાની શક્યતા ખુબ ઉંચી દેખાઈ રહી છે. તેમનું કહેવું છે કે, જો બાયબેક ૧૭૮૧ અથવા તો ૧૮થી નજીકની કિંમતમાં કરવામાં આવશે તો તેના આઉટ સેન્ડિંગ શેર પૈકી ૨.૩૨ ટકાના શેર ખરીદી લેવામાં આવશે. તેમણે કહ્યું છે કે, ૨૩૯૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે, નાના હરિફો પણ આ દિશામાં આગળ વધી શકે છે. શેરબાયબેકની સ્કીમને લઇને શરૂઆતમાં જોરદાર વિરોધ થયો હતો પરંતુ મોડેથી નિકાસકારોએ તેની પ્રશંસા કરી હતી. આ વર્ષે ઇન્ફોસીસ દ્વારા પણ બાયબેકની જાહેરાત કરવામાં આવી શકે છે. વિપ્રો દ્વારા છેલ્લા બે વર્ષ માટે શેર ફરી ખરીદી લીધા છે. ભારતીય આઈટી કંપની દ્વારા નાણા ઉભા કરવાની ગણતરી ચાલી રહી છે. ઇન્ફોસીસ અને વિપ્રો દ્વારા ૧૩૦૦૦ કરોડ અને ૧૧૦૦૦ કરોડ રૂપિયાના બાયબેકની જાહેરાત કરી હતી જ્યારે એચસીએલ દ્વારા ૩૫૦૦ કરોડના બાયબેકની જાહેરાત કરાઈ હતી.

Related posts

પૉલિસી લીધાના ત્રણ મહિનામાં જ મૃત્યુ થશે તો પણ વળતર તો મળશે !

aapnugujarat

તેજીના દોર વચ્ચે સેંસેક્સ અને નિફ્ટીમાં વધુ ઉછાળો નોંધાયો

aapnugujarat

सोने 50 रुपए चमककर , चांदी की कीमत 51 हजार के पार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1