Aapnu Gujarat
બિઝનેસ

પૉલિસી લીધાના ત્રણ મહિનામાં જ મૃત્યુ થશે તો પણ વળતર તો મળશે !

જીવન વીમાના ગ્રાહકો માટે ખુશખબર છે. જો જીવન વીમા પોલિસી લીધા બાદ પોલિસીધારકનું ૯૦ દિવસની અંદર મૃત્યુ થશે તો પણ વીમા કંપનીએ પોલિસીધારકના વારસદારને નિશ્ચિત વીમિત રકમ (સમએસ્યોર્ડ) રકમ ચૂકવવી પડશે. અત્યાર સુધી વીમા પોલિસી લીધા બાદ ૯૦ દિવસની અંદર પોલિસીધારકનું મૃત્યુ થતું તો વીમાની રકમ મળતી ન હતી.નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમિશને એક કેસમાં વીમા કંપનીને આદેશ કર્યો છે કે કંપની મૃતક પોલિસીધારકના પરિવારને ૯ ટકા વ્યાજ સાથે રૂ. ૨.૫ લાખની વીમિત રકમની ચુકવણી કરે. આ કેસમાં પોલિસી ખરીદ્યાના ૯૦ દિવસમાં પોલિસીધારકનું મૃત્યુ થયું હતું. આ કેસ પંજાબના ફાઝિલકાના કુલવિન્દરસિંહનો છે. તેમણે ૨૬ મે, ૨૦૧૦ના રોજ એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફ ઈન્સ્યોરન્સ પાસેથી એક વીમા પોલિસી ખરીદી અને પ્રીમિયમ પેટે રૂ. ૪૫,૯૯૯ ચૂકવ્યા હતા.એ જ વર્ષે ૨૫ ઓગસ્ટના રોજ પોલિસીધારકનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ થયું હતું. પરિવારે જ્યારે વીમા કંપની પાસે ક્લેમ કર્યો ત્યારે તેમને માત્ર પ્રીમિયમની રકમ પરત કરવામાં આવી હતી. આથી પરિવારે કન્ઝ્યુમર કોર્ટના દ્વારા ખટખટાવ્યા હતા. જસ્ટિસ એસ. શ્રીસાની સિંગલ બેન્ચે ૨૭ જૂન, ૨૦૧૨ના રોજ વીમા નિયામક ઈરડા દ્વારા જારી કરાયેલા આદેશને ટાંકીને વીમા કંપનીને સંપૂર્ણ રકમ ચૂકવવા આદેશ કર્યો છે.ઈરડાએ પણ વીમા કંપનીને આવો આદેશ કર્યો હતો. એનસીડીઆરસીએ જણાવ્યું હતું કે વીમા કંપનીઓ ૯૦ દિવસનો વેઈટિંગ પિરિયડ રાખી શકે નહીં અને તેની અવેજમાં ક્લેમને નકારી શકે નહીં. ઈરડાએ આ કંપની પર ૯૦ દિવસના વેઈટિંગ પિરિયડની આડમાં ૨૧ ક્લેમ રિજેક્ટ કરવા બદલ રૂ. એક કરોડનો દંડ ફટકાર્યો હતો.

Related posts

રિલાયન્સ બે વર્ષમાં ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન શરૂ કરશે

aapnugujarat

પતંજલિની ઇ-કોમર્સના ક્ષેત્રમાં એન્ટ્રી

aapnugujarat

सुस्ती के माहौल में कोल इंडिया कर रहीं बंपर नियुक्तियां

aapnugujarat

Leave a Comment

UA-96247877-1