Aapnu Gujarat
બ્લોગ

વેલેન્ટાઇન પર મહિલાઓની તુલનામાં પુરૂષો કરે છે સૌથી વધુ ખર્ચ

બુધવારે પૂરા વિશ્વમાં પ્રેમનો ફેસ્ટિવલ “વેલેન્ટાઇન ડે” મનાવવામાં આવશે. જો કે આ સપ્તાહ દરમ્યાન જ વેલેન્ટાઇન વીક ઉજવવામાં આવે છે. આ દિવસનાં મોકા પર કરવામાં આવેલ એક સર્વે અનુસાર મોટે ભાગે પુરૂષ આ દિવસને યાદગાર બનાવવા માટે સૌથી વધુ રૂપિયા ખર્ચ કરતા હોય છે.જ્યારે બીજી બાજુ મહિલાઓ સૌથી ઓછાં રૂપિયા ખર્ચ કરતી હોય છે.  આ સર્વે પૂરા દેશમાં કરવામાં આવ્યો અને ૨ હજાર લોકોએ પોતાનો મત રજૂ કર્યો.સર્વેનાં જણાવ્યા અનુસાર જ્યાં પુરૂષ સરેરાશ ૪ હજાર રૂપિયા ખર્ચ કરતા હોય છે ત્યાં બીજી બાજુ મહિલાઓ માત્ર ૨ હજાર રૂપિયા ખર્ચ કરતી હોય છે. છોકરાઓ પોતાની ગર્લફ્રેન્ડને મનાવવા માટે આ દિવસે અનેક પ્રકારની ગિફ્ટ આપતાં હોય છે કે જેથી તેની ગર્લફ્રેન્ડ ખુશ રહે.
સર્વે અનુસાર ૨૩ ટકા પુરૂષો પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં જ્વેલરી આપતા હોય છે. ત્યાં ૨૦ ટકા લોકો રેસ્ટોરન્ટમાં ડિનર અથવા તો તેને લંચ પર લઇ જતા હોય છે. ૧૪ ટકા લોકો ગિફ્ટમાં કાર્ડ આપતાં હોય છે. જ્યાં બીજી બાજુ ૧૨ ટકા લોકો આ દિવસે પોતાની પ્રેમિકાને ચોકલેટ આપીને ખુશ કરે છે અને પોતાની ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરે છે.વેલેન્ટાઇન ડે પર ગિફ્ટ ખરીદવા માટે દુકાન અથવા તો વેબસાઇટનો લોકો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે. કે જ્યાં તેમને ઓફર અને ડિસ્કાઉન્ટ પણ મળે છે. ત્યાં ૮૧ ટકા યુવા લોકો ઓનલાઇન ગિફ્ટ ખરીદવાનું પસંદ કરે છે.સર્વે અનુસાર ૭૮ ટકા લોકો સેલ અને ડિસ્કાઉન્ટની રાહ જોતા હોય છે. આવાં લોકો વેલેન્ટાઇન ડે પર ગિફ્ટ ન આપીને પોતાનાં પ્રેમી અથવા પ્રેમીકાને ગિફ્ટ આપીને ખુશ કરી દેતા હોય છે.

Related posts

ખાદ્યાન્નના અભાવે ૧૨ કરોડ લોકો ભૂખમરાનો શિકાર

aapnugujarat

પતંગ ઉદ્યોગ પર જી.એસ.ટીનું ગ્રહણ

aapnugujarat

નવરાત્રી વેકેશન..!, અમે હિન્દુત્વના રક્ષક છીએ તે સાબિત કરવાનો પોકળ દાવો…!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1