Aapnu Gujarat
બ્લોગ

નવરાત્રી વેકેશન..!, અમે હિન્દુત્વના રક્ષક છીએ તે સાબિત કરવાનો પોકળ દાવો…!!

રાજ્યમાં નવરાત્રી વેકેશનની રાજ્ય સરકારના મંત્રીએ જાહેરાત કરતાં જ રાજ્યભરમાં હોબાળો મચી ગયો છે અને સવાલ ઉઠ્યા છે કે ભણશે ગુજરાત કઈ રીતે? હિન્દુત્વના નામે હિદુ ખેલ ખેલવાનો આવો તમાશો ક્યાં સુધી ચલાવાશે? શું લોકો ઉપર આવા રાજકીય દાવ થોપી દઈ ચૂંટણી જીતવાના ખેલ ચાલી રહ્યા છે. તેમાં પણ શિક્ષશ્રણનો ભોગ શા માટે લેવામાં આવ્યો? શું ગુજરાતના વિદ્યાર્થીઓને માત્ર મજૂર જ બનાવવા માંગે છે ગુજરાત સરકાર? આવા અનેક વિધ પ્રશ્નો આમ પ્રજામાં ઊઠવા સાથે ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ત્યારે રાજ્ય સરકારે હવે શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા અને વધારવા સાથે દેશભરમાં શિક્ષણક્ષેત્રે પાછલા ક્રમે જઈ રહેલા ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે રજાઓ ઘટાડવા સાથે શિક્ષકો ઉપર થોપાતા સરકારી કામોમાં ઘટાડો કરવા અંગે ગંભીર બનવું પડશે નહિ તો પ્રજા આક્રોશ ક્યાં અને કયા પ્રકારે ત્રાટકશે તે કહેવું અત્યારે યોગ્ય નથી.
અગાઉ શિક્ષણના વર્ષભરના મળીને ૨૧૦ દિવસ હતા જે કાળક્રમે સરકારે વિવિધ ઊત્સવો કે મેળવડા યોજીને ૧૦૭ દિવસના કરી નાંખ્યા છે. પછી વિદ્યાર્થીને શિક્ષક ક્યારે અને કેટલું ભણાવે? અને ગુજરાતના ભાવિ નાગરિકના જીવનનું કેવા પ્રકારનું ઘડતર થશે તે વિચારતા ધ્રૂજારી છૂટી જાય છે.
ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન ૪૫ દિવસનું અને દિવાળી વેકેશન ૨૧ દિવસનું હોય છે. જ્યારે વર્ષની બાવન રજા રવિવારની આવે છે ઉપરાંત તહેવારોની રજાઓ ૨૦ જેટલી થવા જાય છે. તો મહિનાની આખરી દિવસ અડધો સમય શાળા અભ્યાસ કરાવાય છે તો શાળા પ્રવેશોત્સવ,યોગા દિવસ,રમતોત્સવ,વિજ્ઞાન પ્રદર્શન તેમજ વિદ્યાર્થીઓને પ્રવાસ પાછળના દિવસોમાં શિક્ષણ કાર્ય બંધ રહે છે. તો શિક્ષકોને ચૂંટણી કાર્ય,વસ્તી ગણતરીબાળકોને રસીકરણ સહિતના વિવિધ સરકારી કાર્યક્રમમાં જોડવામાં આવે છે. પરિણામ રૂપ એક સમયે શાળાઓમાં ૨૦ દિવસ અભ્યાસ ચાલતો હતો જે ઘટતા ક્રમે અંદાજે ૧૦૭ દિવસનો થઈ ગયો છે. મતલબ કે વર્ષના ૩૬૫ દિવસમાં ૧૩૮ દિવસ વેકેશન અને રવિવારની રજાના પાછળ રહ્યા ૨૨૭ દિવસ તેમાંથી ૧૭ દિવસ અન્ય રજાઓના રહેતા હતા જેથી અગાઉ ૨૧૦ દિવસ અભ્યાસ કરવામાં આવતો હતો અને હવે તો સરકારે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ જગતમાં અનેક કાર્યક્રમો થોપી દીધા છે પરિણામ સ્વરૂપ અંદાજે ગણને ૧૦૭ દિવસ જ બાળકોને અભ્યાસ મળે છે. પછી પરિણામ કેવું આવે?
શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તેમાં વચ્ચે રજાઓ આવે તો શિક્ષણમાં ગેપ પડે છે જે ખરેખર વિદ્યાર્થી અને શિક્ષક બંન્ને માટે બોજારૂપ બની જાય છે. પણ આ બાબત સરકાર નહિ સમજી શકે પણ મતો મેળવવા હિન્દુ એજન્ડા ચલાવી રહી છે તેમ લોકોનું માનવું છે.
ખાસ તો સરકારે ૨૦૧૮ થી એનસીઈઆરટી આધારિત નવો અભ્યાસક્રમ અમલમાં મૂક્યો છે. તેની સમજ કેળવવા પાઠ્યક્રમ શીખવવા માટે શિક્ષક અને વિદ્યાર્થીઓને વધુ સમયની જરૂર છે ત્યારે સરકાર નવરાત્રી વેકેશનની જાહેરાત કરી સતત ચાલતા શિક્ષણમાં ગેપ ઊભો કરી રહી છે આજ સમયમાં પરીક્ષાઓ પણ લેવામાં આવે છે જેની ફળશ્રુતિ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોઈએ તેવી સફળતા નહીં મેળવી શકે ત્યારે આ માટેની જવાબદારી કોની કહેવાશે?
બીજી તરફ ગુજરાત સરકારે જે તે વિષયના નબળા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરાવવા મિશન વિદ્યા નામનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે જેમાં વિદ્યાર્થીઓને બે કલાક માટે વધુ ભણાવાશે જે સરકારનો શુભ આશય છે. પરંતુ તે માટે સફળતા કેટલી મળશે? વાંચે ગુજરાત ભણે ગુજરાતનું મીશનને સફળતા નથી મળી તો આનુ શું થશે? તેવા પ્રશ્નો આમ પ્રજામાં ગુંજી રહ્યા છે. વળી એવા પણ પ્રશ્ન ઉદ્દભવ્યા છે કે અનેક શિક્ષકોને જનરલ જ્ઞાન જ નથી તો અંગ્રેજી ગુજરાતી શબ્દો પણ જાણતા નથી ત્યારે આવા શિક્ષકો શું ભણાવશે? તે પણ પ્રશ્ન છે. લોકો ઈચ્છી રહ્યા છે કે શિક્ષણના દિવસો વધારે,રજાઓ ઓછી કરો અને શિક્ષકો ઉપર વધારાના સરકારી કામનો બોજો ન નાંખો તેમજ અધૂરા જ્ઞાનવાળા શિક્ષકોને સ્વેચ્છાએ શાળા છોડાવી જ્ઞાની યુવાઓની ભરતી કરી શિક્ષણ આપવા પગલાં ભરે નહિ તો આવનાર દિવસોમાં વાલીઓનો રોષ સરકાર સામે કેવી રીતે ત્રાટકશે તે કહેવું અત્યારે વહેલું છે..!!?

Related posts

कहीं लातें चले- कहीं बल्ले. भाजपा तेरे विधायको के तो बस बल्लै बल्लै…!

aapnugujarat

भारत धृतराष्ट्र क्यों बना हुआ है ?

aapnugujarat

જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1