Aapnu Gujarat
Uncategorized

મંદિરમાં દલિત છોકરીઓ પ્રવેશતા વિવાદ, એટ્રોસિટીની ફરિયાદ

રાણપુરના અણીયાળી કસ્બા ગામે શિવના મંદિરે દલિત સમાજની દીકરીઓ દ્વારા મંદિરે જવા મામલે વિવાદ સર્જાયો છે. આ ગામના આગેવાના દ્વારા છેલા બે વર્ષથી એક નિર્ણય લેવાયો હતો. તે મુજબ કોઇપણ સમાજની મહિલાઓ કે દીકરીઓએ મંદિરમાં પ્રવેશ કરવો નહિ. તેમ છતા ગઈ કાલે નાની દીકરીઓના વ્રત ચાલી રહ્યાં હોઈ દલિત સમાજની કેટલીક દીકરીઓ મંદિરમાં ગઈ હતી. અન્ય સમાજની દીકરીઓ દ્વારા તેમને અટકાવવામાં આવી હતી. જેને લઈને મામલો બીચક્યો હતો.
દલિત સમાજ દ્વારા ગામના ૧૧ લોકો વિરુધ એટ્રોસિટીની ફરિયાદ નોધાવવામાં આવી હતી. ૧૧ લોકો વિરુધ એટ્રોસિટીની ફરિયાદ નોધાતા ગામની મહિલાઓ સહીત ગામ લોકો ગામના ચોરે મોટી સંખ્યામાં એકત્રિત થયાં હતાં.
બોટાદ જિલાના રાણપુર તાલુકાના અણીયાળી કસ્બા ગામમાં ભીમનાથ મહાદેવનું પૌરાણીક મંદિર આવેલું છે. જ્યાં સમસ્ત ગામ દ્વારા બે વર્ષ પહેલા કોઇપણ સમાજની બહેન કે દીકરીઓએ મંદિરમાં પ્રવેશ કરવો નહિ તે મુજબનો નિર્ણય લીધો હતો. જેને લઈ ગામમાં કોઈ પણ સમાજની મહિલા કે દીકરી આ મંદિરે જતા નથી. પરંતુ હાલ દીકરીઓના વ્રત ચાલી રહ્યાં હોય પૂજા કરવા માટે તમામ દીકરીઓ પુજારીના ઘરે પૂજા કરે છે. પરંતુ ૨૯ જુલાઈના રોજ દલિત સમાજની દીકરીઓ મંદિરની જાળી કુદી મનાઈ હોવા છતા મંદિરમાં પ્રવેશ કરી રહી હતી. જેમને જોઈ જતા ગામની અન્ય સમાજની દીકરીઓ દ્વારા તેમને મંદિરમાં જતી અટકાવી હતી. જેને લઈ વિવાદ વકર્યો હતો. વિવાદ વધુ વકરતા દલિત સમાજ દ્વારા ૧૮૧ ને જાણ કરતા સમગ્ર મામલો રાણપુર પોલીસ પાસે પહોંચ્યો હતો.

Related posts

વેરાવળ ખાતે ખેડૂતોના આર્થિક વિકાસ માટે આયોજિત મહા ખેડૂત શિબિરમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

aapnugujarat

રામદેવપીર ધૂન મંડળ વેરાવળમાં આકર્ષણનું કેન્દ્ર

aapnugujarat

સોમનાથમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1