Aapnu Gujarat
Uncategorized

વેરાવળ ખાતે ખેડૂતોના આર્થિક વિકાસ માટે આયોજિત મહા ખેડૂત શિબિરમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થાય અને આવક બમણી થાય તેવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ધ્યેયને સાર્થક કરવા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. આ હેતુને અનુલક્ષીને જુનાગઢ જિલ્લા સહકારી બેંક-જુનાગઢ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વેરાવળ અને ઘી ગુજરાત રાજ્ય સહકારી બેંક-અમદાવાદ દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વેરાવળ ખાતે ‘મહા ખેડૂત શિબિર’નું તા.૨૮/૦૭/૨૦૧૯, રવિવારના રોજ આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય શીપીંગ (સ્વ.પ્ર.), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રીશ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે. ખેડૂતોને ખેતી ઉત્પાદનમાં વધારો થાય, ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતો આધુનિક ખેતી તરફ આગળ વધે તે સંદર્ભે કૃષિ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ શિબિરમાં મંત્રીશ્રી મનસુખ માંડવિયા એ પણ ખેડૂતોને આધુનિક ખેતી તરફ આગળ વધવા અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપશે.

આ ખેડૂત શિબિરમાં રાજ્યના કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહેશે.

Related posts

મોજીદડ ગામમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી

editor

આર્થિક રીતે પછાત લોકોને અનામત મળે : નરેશ પટેલ

aapnugujarat

વઢવાણ વાડલા રોડ સિધ્ધ ભાદા હનુમાનની જગ્યાએ ભાદાવાળી મેલડી માતાનો નવચંડી યજ્ઞ ધામધુમથી યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1