Aapnu Gujarat
Uncategorized

આર્થિક રીતે પછાત લોકોને અનામત મળે : નરેશ પટેલ

ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે અનામતને લઈ મોટુ નિવેદન આપ્યું છે. નરેશ પટેલે અનામત આંદોલનને સાચુ ગણાવી, આર્થિક રીતે પછાત લોકોને અનામત મળવું જોઈએ, તેમ જણાવ્યું છે. નરેશ પટેલે જેલમાં બંધ પાસ કાર્યકર્તા અલ્પેશ કથિરિયાના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અંકલેશ્વરમાં સરદાર પટેલવાડી ખાતે લેઉઆ પટેલ સમાજના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી, આ પ્રસંગ દરમ્યાન નરેશ પટેલે અનામત મુદ્દે મોટુ નિવેદન આપ્યું હતું. નરેશ પટેલે લેઉઆ પટેલ સમાજના લોકોને સંબોધતા કહ્યું કે, પાટીદાર અને સવર્ણ વર્ગ માટે અનામતનું આંદોલન સાચુ છે, આર્થિક રીતે પછાત લોકોને અનામત મળવું જોઈએ.
આ સિવાય નરેશ પટેલે સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાના ઘરે જઈ તેના પરિવારની મુલાકત કરી હતી. અલ્પેશ કથિરીયા હાલમાં રાજદ્રોહના કેસમાં જેલમાં છે.
તમને જણાવી દઈએ કે, સુરતના પાસ કન્વીનર અને હાર્દિક પટેલના નજીકના સાથી અલ્પેશ કથિરીયાની ૩ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી હતી. ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયા વોન્ટેડ હતો.

Related posts

વેરાવળ નગરપાલિકા દ્વારા લોકાર્પણ કાર્યક્રમો પૂરજોશમાં શરૂ

editor

નરેન્દ્ર મોદી ૨૯-૩૦ જૂન, બે દિવસ ગુજરાતના પ્રવાસે, રાજકોટમાં રોડ શો કરશે

aapnugujarat

રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકા ના સંવેદનશીલ ગણાતા ગામડાઓ માં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1