Aapnu Gujarat
બ્લોગ

ખાદ્યાન્નના અભાવે ૧૨ કરોડ લોકો ભૂખમરાનો શિકાર

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિશ્વમાં ખાદ્યાન્નના અભાવે ભૂખમરાની સ્થિતિ ચિંતાજનક રીતે વધી રહી છે. અને કરોડો લોકો અનાજના અભાવે મરવાની સ્થિતિ સુધી પહોંચી ગયા છે. એક રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે, ગત વર્ષની સરખામણી કરતાં ભૂખમરાથી પીડાઈ રહેલા લોકોની સંખ્યા ૧૨ કરોડ ૪૦ લાખ સુધી પહોંચવાનું અનુમાન છે.આ લોકોને જો જલદી ભોજન પહોંચાડવામાં નહીં આવે તો તેનું મોત થવાની પણ સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીના પ્રમુખે આશંકા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીના પ્રમુખ ડેવિડ બીસલીએ જણાવ્યું કે, ‘ભૂખથી પીડાઈ રહેલા લોકો એક-બીજાની હત્યા કરતાં પણ અચકાતા નથી’.
ડેવિડ બીસલીએ એક વીડિયો કોન્ફરન્સ દ્વારા સુરક્ષા પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, ભૂખમરાની સ્થિતિ સામે સંઘર્ષ કરી રહેલા આશરે ૩ કરોડ ૨૦ લાખ લોકો સોમાલિયા, યમન, દક્ષિણ સૂદાન અને ઉત્તર-પૂર્વ નાઈજીરિયા જેવા આર્થિક પછાત દેશોમાં રહે છે. આ દેશોને ગત વર્ષે દુષ્કાળની સ્થિતિમાંથી બચાવવામાં આવ્યા હતા.વિશ્વ ખાદ્ય કાર્યક્રમના કાર્યકારી નિર્દેશકે આ અંગે જણાવ્યું કે, ‘ભૂખ અને સંઘર્ષ વચ્ચેનો સંબંધ વિનાશ નોતરે છે. આ સંઘર્ષથી ખાદ્ય અસુરક્ષા ઉદભવે છે અને ખાદ્ય અસુરક્ષા અસ્થિરતા અને તણાવમાં પરિણમે છે. જે આખરે હિંસાનું સ્વરુપ ધારણ કરે છે’.ડેવિડ બીસલીએ જણાવ્યું કે, વૈશ્વિકરુપે લાંબા સમયથી ભૂખમરાની સ્થિતિનો સામનો કરી રહેલા આશરે ૮૧ કરોડ ૫૦ લાખ લોકોમાંથી ૬૦ ટકા લોકો યુદ્ધગ્રસ્ત અને સંઘર્ષ કરી રહેલા વિસ્તારોમાં રહે છે. અને તેમને એ પણ ખબર નથી હોતી કે, બીજીવાર ખાવાનું મળશે કે અથવા નહીં? અને મળશે તો ક્યાંથી મળશે?આપણે ત્યાં વિકાસના પ્રતીક તરીકે બુલેટ ટ્રેન આવી રહી છે. પ્રતીક તરીકે, વિકાસનો ભાગ બનીને નહીં. બુલેટ ટ્રેન વિકાસનો હિસ્સો ન હોઈ શકે અને ત્રણસો ફુટ ઊંચું સરદાર પટેલનું પૂતળું રાષ્ટ્રવાદનો હિસ્સો ન હોઈ શકે. વિકાસ અને રાષ્ટ્રભાવના એ પ્રક્રિયા છે અને પ્રક્રિયાનાં પ્રતીકો ન હોય, કૃતિ હોય. જેમની પાસે કોઈ દૃષ્ટિ નથી અને ઘસાઈ જવા જેટલી પ્રતિબદ્ધતા નથી એવા લોકો એને પ્રતીકોમાં સમાવીને પ્રજાને મૂર્ખ બનાવે છે. આ બહુ સહેલા રસ્તાઓ છે. પૂતળાં બાંધો, સ્મારકો રચો, જોઈને આંખ અંજાઈ જાય એવા વિકાસના ટાપુઓ રચો અને પ્રજાને ઉલ્લુ બનાવો. આ હું નથી કહેતો, વડા પ્રધાને પોતે જ કહ્યું છે. વડા પ્રધાન બનતા પહેલાં તેમણે ઉદ્યોગપતિઓના મંચ પરથી કહ્યું હતું કે ‘જગત કો દિખાના પડતા હૈ જી કિ હમ ભી કુછ હૈં, બાકી હમેં ભી માલૂમ હૈ કિ બુલેટ ટ્રેન મેં કોઈ બૈઠનેવાલે નહીં હૈં. દિખા દેના ચાહિએ કિ હમ ભી કુછ હૈં.’ હમ મહાન હિન્દુ હૈં એમ બતાવી આપવા માટે ખરેખર મહાન હિન્દુ સરદાર પટેલને નાના કદના હિન્દુત્વવાદી તરીકે ચીતરવામાં આવી રહ્યા છે અને તેમની પાછી વિરાટ પ્રતિમા સ્થાપવામાં આવી રહી છે.તો આપણે ત્યાં વિકાસના પ્રતીક તરીકે બુલેટ ટ્રેન આવી રહી છે ત્યારે વાસ્તવમાં આપણે આ જગતમાં ક્યાં છીએ અને કેવા દેખાઈએ છીએ એ વિશેનો આઇએફપીઆરઆઇનો અહેવાલ આવ્યો છે જે જોઈને કોઈ પણ માનવતાવાદીનું મન ખિન્ન થઈ જશે. શરત એટલી છે કે દિલ હોવું જોઈએ, કોઈકે તો વિકાસની કિંમત ચૂકવવી જોઈએ એમ કહેનારી બેશરમી નહીં.
આઇએફપીઆરઆઇએ ભૂખમરાની સ્થિતિ વિશે ૧૧૯ દેશોમાં અભ્યાસ કર્યો હતો જેમાં ભારતનો ક્રમ ૧૦૦મો છે અને સોમા સ્થાને આપણે ખોબા જેવડા દેશ જીબૂતી સાથે ભાગીદારી કરીએ છીએ. જીબૂતી અને ભારતમાં ભૂખમરાની સ્થિતિ એકસરખી છે. બાકી બંગલા દેશ, નેપાલ, શ્રીલંકા, મ્યાનમાર, ભુતાન જેવા દેશો આપણા કરતાં ઘણા આગળ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આપણી પાછળ અનુક્રમે ૧૦૬ અને ૧૦૭મા ક્રમે છે એ જોઈને હિન્દુત્વવાદીઓને અને દેશભક્તોને સુવાણ થશે.આઇએફપીઆરઆઇએ ભૂખમરાથી પડિત દેશોનું બે ભાગમાં વર્ગીકરણ કર્યું છે. એક છે એક્સ્ટ્રીમ્લી અલાર્મિંગ હંગર સિચુએશન જેમાં ૧૧૦થી ૧૧૯મા ક્રમના દેશોનો સમાવેશ થાય છે એ બધા આફ્રિકન દેશો છે. બીજો વર્ગ છે કન્ટ્રીઝ વિથ સિરિયસ હંગર સિચુએશનનો, જેમાં પહેલા ક્રમથી લઈને ૧૧૦મા ક્રમ સુધીના દેશોનો સમાવેશ થાય છે અને એમાં ભારતનો ક્રમ ૧૧૦મો છે. આનો અર્થ એ થયો કે ભૂખમરાની ગંભીર સ્થિતિ ધરાવનારા દેશોમાં ભારતનો ક્રમ દસમો છે.
૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે ભારતનો ક્રમ પંચાવનમો હતો એ જોઈને ઇન્ડેક્સના અર્થઘટન વિશે દેશભક્તો અને દેશદ્રોહીઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. જો ભારત સરકાર નીતિ નહીં બદલે તો આપણે ૧૧૦થી ૧૧૯ વચ્ચેના ક્રમ સાથે એક્સ્ટ્રીમ અલાર્મિંગ સિચુએશન ધરાવનારા દેશોમાં સ્થાન મેળવીશું અને ત્યારે નાક કપાઈ જશે. ત્યારે બુલેટ ટ્રેન હોવા માટે શરમ આવશે અને જગત હસશે.
આને માટે નરેન્દ્ર મોદીને એકલાને જવાબદાર ઠેરવવા એ અન્યાય કહેવાશે. આઝાદીના સાત દાયકા પછી પણ આપણા દેશનું સ્થાન ભૂખમરાની ગંભીર સ્થિતિ ધરાવતા દેશોમાં થતી હોય તો એ દેશની શરમ છે. આને માટે કૉન્ગ્રેસ જવાબદાર છે, ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે, જેમણે કેન્દ્રમાં કે રાજ્યોમાં સત્તા ભોગવી છે એ તમામ પક્ષો જવાબદાર છે, આયોજકો જવાબદાર છે અને જોઈએ એટલો ઊહાપોહ ન કરવા માટે આપણે પણ જવાબદાર છીએ. રસ્તા પર ઊતરવું પડે જો સ્થિતિ સુધારવી અને બદલવી હોય તો. બાપુઓના કે નેતાઓના માંડવાઓમાં હિલોળા લેવાથી કંઈ વળવાનું નથી. એમાં પણ બીજા માટે લડવું એ તો બહુ મોટો અવસર છે જો સંવેદનશીલતા હોય તો.પ્રશ્ન નેતાનો નથી, વ્યવસ્થાનો છે અને આપણી વ્યવસ્થા એટલે કે સમૂળગું રાજ્ય ધનપતિઓના ખિસ્સામાં છે. ભારત સરકારની વિકાસલક્ષી નીતિ તેઓ નક્કી કરે છે અને તેઓ ગ્રામીણ ભારત માટે અને ગરીબો માટે કંઈ બચવા જ દેતા નથી. ત્યાંનાં કુદરતી સંસાધનો પર મુઠ્ઠીભર કુબેરપતિઓનો કબજો છે, કારણ કે શાસકો તેમના કબજામાં છે. કેન્દ્રમાં સત્તામાં આવવું છેને? તો કેટલા કરોડ રૂપિયાની જરૂર પડશે એની ગણતરી માંડી લો અને સાટે આટલું લખી આપો. દેશભક્તિના મોટા દાવા કરનારાઓ પણ લખી આપે છે એ એક હકીકત છે.બાકી બુલેટ ટ્રેન અને પૂતળાંઓ તો મૂર્ખાઓને ઘેનમાં રાખવા માટે છે. સાચી ચૅલેન્જ ભૂખ મિટાવવાની છે. ૫૬ ઇંચની છાતીની ત્યાં જરૂર છે.

Related posts

चीनी मुसलमानों का बुरा हाल

aapnugujarat

શિયાળામાં હોઠની કાળજી

aapnugujarat

૮૪નાં શીખ વિરોધી રમખાણો કોંગ્રેસને હચમચાવતા જ રહેશે….

aapnugujarat

Leave a Comment

UA-96247877-1