Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આરબીઆઈ ૩૫૦ રૂપિયાનો સિક્કો જારી કરવા તૈયાર

નાના સિક્કા માર્કેટમાંથી બહાર થઇ રહ્યા છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી ૩૫૦ રૂપિયાના સિક્કા જારી કરવાની તૈયારી કરી લીધી છે. ટૂંક સમયમાં જ આ સિક્કી બજારમાં દેખાશે. આરબીઆઈ ૩૫૦ રૂપિયાના આ સિક્કાને ગુરુગોવિંદસિંહ મહારાજની ૩૫૦મી જન્મજ્યંતિ પર પ્રજાની વચ્ચે રજૂ કરશે. અત્રે નોંધનીય છે કે, આ સિક્કાને ખુબ નાની અવધિ માટે જારી કરવામાં આવશે. કેન્દ્રીય બેંક તરફથી આવા સિક્કાને ખાસ પ્રસંગો ઉપર જારી કરવામાં આવે છે. આ સિક્કા ૪૪ એમએમના રહેશે. આ સિક્કા ચાંદી, કોપર, નિકલ અને ઝીંકથી બનશે. સિક્કાની સામેવાળા હિસ્સામાં અશોક સ્તંભ રહેશે. તેની નીચે સત્યમેવ જયતે લખવામાં આવશે. સિક્કાની બંને તરફ અંગ્રેજીમાં ઇન્ડિયા અને દેવનગરીમાં ભારત લખવામાં આવશે. સિક્કાના આ હિસ્સા પર રૂપિયાના સિમ્બોલ અને વચ્ચે ૩૫૦ રૂપિયા લખેલા રહેશે. આરબીઆઈ તરફથી જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, સિક્કાની પાછળવાળા હિસ્સામાં હરમિન્દરસિંહ પટણાસાહેબ તખ્તનું ચિત્ર રહેશે. આ ચિત્રની ઉપર અને નીચે અંગ્રેજી અને દેવનગરીમાં ગુરુગોવિંદ સાહેબની ૩૫૦મી પ્રકાશ પર્વ જેવી બાબતોનો ઉલ્લેખ હશે. આ સિક્કાની બંને બાજુએ ૧૬૬૬ અને ૨૦૧૬ લાખવામાં આવશે. જો કે, રિઝર્વ બેંક તરફથી હજુ જણાવવામાં આવ્યું નથી કે, ૩૫૦ રૂપિયાના કેટલા સિક્કા જારી કરવામાં આવશે.

Related posts

लद्दाख में पीछे हटने को मजबूर हुआ चीन

editor

FPI દ્વારા ૮ સેશનમાં ૮૫૦૦ કરોડ ઠલવાયા

aapnugujarat

ઉત્તર-પશ્ચિમ ભારતમાં સૌથી વધુ વરસાદ મોનસુનમાં પડશે : હવામાન વિભાગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1