Aapnu Gujarat
બિઝનેસ

છેલ્લાં બે વર્ષનાં આઈટી રિટર્ન ફાઈલની મર્યાદા ૩૧મી માર્ચ

છેલ્લા બે વર્ષના આઈટી રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઈન ૩૧મી માર્ચ કરી દેવામાં આવી છે. જો આપે હજુ સુધી ઇન્કમટેક્સ રિટર્ન ફાઈનાન્સિયલ વર્ષ ૨૦૧૬-૧૭ માટે દાખલ કર્યા નથી તો હજુ પણ સમય રહેલો છે. ૩૧મી માર્ચ સુધી છેલ્લા બે નાણાંકીય વર્ષના આવકવેરા દાખલ કરી શકાય છે. નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે પણ બિલેટેડ આઈટી રિટર્ન ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધી ફાઇલ કરી શકાય છે. પેન્ડિંગ આવકવેરાને લઇને આઈટી વિભાગ દ્વારા કઠોર કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે ત્યારે આને લઇને સાવચેતી રાખવાનો સમય આવી ગયો છે. ટેક્સ અને તેના ઉપર મુકવામાં આવેલા વ્યાજની રિકવરી માટે આવકવેરા વિભાગ પહેલા નોટિસ આપી ચુક્યું છે પરંતુ હવે ડિફોલ્ટરોને નોટિસ મોકલવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કોઇપણ પ્રકારની તકલીફથી બચવા માટે ૩૧મી માર્ચની સમય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. બિલેટેડ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈનને નાણામંત્રાલય દ્વારા ફાઈનાન્સ એક્ટ ૨૦૧૬માં સુધારા મારફતે બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફાઈનાન્સ એક્ટ ૨૦૧૬માં કરવામાં આવેલા સુધારા પ્રથમ વખત અમલી કરવામાં આવી રહ્યા છે.
બિલેટેડ રિટર્ન હવે છેલ્લા નાણાંકીય વર્ષના છેલ્લા દિવસથી ૧૨ મહિનાની અંદર ફાઇલ કરી શકાય છે. આ પહેલા આ સમય મર્યાદા ૨૪ મહિનાની હતી. બિલેટેડ એવા ઇન્કમટેક્સ રિટર્ન હોય છે જે ડેડલાઈન બાદ ફાઈલ કરવામાં આવે છે. આની સમય મર્યાદાને ફાઈનાન્સ એક્ટમાં સુધારા મારફતે બદલી દેવાનો નિર્ણય કરાયો છે. એક્ટમાં કરવામાં આવેલા સુધારા મુજબ કોઇ પગારદાર વ્યક્તિને નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ના રિટર્ન ૩૧મી જુલાઈ ૨૦૧૭ સુધી દાખલ કરવાની જરૂર હતી.

Related posts

બેજોસ આધુનિક ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ

aapnugujarat

ઇન્ડિગો તેમજ એર ઇન્ડિયા સસ્તી એરલાઈનમાં સામેલ

aapnugujarat

બિટકોઈનના ભાવ ઉછળી ૪૯ હજાર ડોલર નજીક

editor

Leave a Comment

UA-96247877-1