Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બેજોસ આધુનિક ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ

એમેઝોનના સ્થાપક જેફ બેજોસની સંપત્તિ વધીને ૧૦ લાખ કરોડ રૂપિયા અથવા તો ૧૫૦ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આની સાથે જ તેઓ આધુનિક ઇતિહાસમાં સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. એમેઝોનના શેરમાં સોમવારે ૦.૫ ટકાનો વધારો થયો હતો. આની સાથે જ શેરની કિંમત ૧૮૨૨.૪૯ ડોલર થઇ ગઇ હતી. કારોબારી સેશન દરમિયાન શેરની કિંમત એક વખતે ૧૮૪૧.૯૫ ડોલર સુધી પહોંચી હતી. કંપનીના સૌથી મોટા શેર ધારક હોવાથી બેજોસની સંપત્તિમાં અતિ ઝડપથી વધારો થયો અને તેમની સંપત્તિ વધી ગઈ છે. તેમની પાસે કંપનીના ૧૬ ટકાથી વધુ શેર છે. બ્લુમ્બર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ માઇક્રોસોફ્ટના સહસ્થાપિક બિલ ગેટ્‌સ બીજા સૌથી અમીર વ્યક્તિ છે. બિલગેટ્‌સની સંપત્તિ ૬.૫૧ લાખ કરોડ રૂપિયા અથવા તો ૯૫.૩ અબજ ડોલર છે. બ્લુમ્બર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૧૯૮૨માં ફોર્બ્સ દ્વારા વિશ્વના સૌથી અમીર લોકોના નામ જાહેર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ૧૯૯૯માં બિલ ગેટ્‌સ ૧૦૦ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા સૌથી અમીર વ્યક્તિ તરીકે હતા. ડોલરની દ્રષ્ટિએ હાલમાં તે ૧૪૯ અબજ ડોલર થાય છે. બેજોસની સંપત્તિ ૧૫૦ અબજ ડોલર છે જેથી ૩૬ વર્ષમાં બેજોસ આધુનિક ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેર આ વખતે ૬૦ ટકાથી વધુ વધી ગયા છે. માર્કેટ કેપ ૮૯૦ અબજ ડોલરની આસપાસ છે. એપલ ૯૩૫ અબજ ડોલર સાથે પ્રથમ સ્થાને છે. એક ત્રિલિયન ડોલરની કંપની બનવાની સ્પર્ધામાં એપલ પ્રથમ સ્થાને છે પરંતુ એમેઝોન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. એમેઝોનના પરિણામ હાલમાં જ જાહેર કરવામાં આવનાર છે.

 

Related posts

રિઝર્વ બેન્કે નિયમમાં ફેરફાર કરતા ફેબ્રુઆરીથી પર્સનલ લોન મોંઘી થશે

aapnugujarat

HDFC Bank launches customised apps for large institutions

aapnugujarat

चांद की सतह पर लैंडर विक्रम के लोकेशन की जानकारी मिली : सिवन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1