Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ઇન્ડિગો તેમજ એર ઇન્ડિયા સસ્તી એરલાઈનમાં સામેલ

સૌથી સસ્તા દરે વિમાની સેવા આપનાર ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસ આંતરરાષ્ટ્રીય સંપર્ક સુવિધા ઉપલબ્ધ કરાવવાનાર દુનિયાની પાંચ સૌથી સસ્તી એરલાઈન્સમાં સામેલ છે. પાંચ સૌથી સસ્તી એરલાઈન્સમાં તેમને સમાવેશ કરવા સાથે સંબંધિત યાદી જારી કરવામાં આવી ચુકી છે. ગ્લોબલ ફ્લાઇટ પ્રાઇઝિંગ રિપોર્ટ મુજબ સરકારી કંપની એર ઇન્ડિયાના અધિકાર ક્ષેત્ર હેઠળની કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ યાદીમાં બીજા અને ઇન્ડિગો પાંચમાં સ્થાને છે. યાદીમાં અન્ય ભારતીય એરલાઈન્સ પણ સામેલ છે જેમાં જેટ એરવેઝ ૧૨માં અને એર ઇન્ડિયા ૧૩માં સ્થાને છે. આ રિપોર્ટ મેલબોર્નની યાત્રા નિયોજન સાઇટ રોંગ ટુ રિયો દ્વારા તૈયાર કરવામાં આવી છે. રિપોર્ટમાં પ્રતિકિલોમીટર સરેરાશ ખર્ચના આધાર પર જુદા જુદા મહાદ્વીપોની ૨૦૦ મોટી એરલાઈન્સની સરખામમી કરવામાં આવી છે. એર એશિયા એક્સ ટોપ ઉપર છે. મુખ્યરીતે અખાત દેશો અને સિંગાપોરને જોડનાર એર ઇન્ડિયા એક્સપ્રેસની સરેરાશ ખર્ચની બાબત ૦.૦૮ ડોલર પ્રતિકિલોમીટર અને ઇન્ડિગોની ૦.૧૦ ડોલર પ્રતિકિલોમીટર છે.

Related posts

રોજગારીના આંકડા તૈયાર કરવા મોદીએ તેમની ટીમને સૂચના આપી

aapnugujarat

દેશનાં અનેક રાજ્યોમાં હજુ લાખો ઘરોમાં અંધારપટની સ્થિતી

aapnugujarat

જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાની દહેશત : ૪૦ ત્રાસવાદીઓ સક્રિય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1