Aapnu Gujarat
બિઝનેસ

બિટકોઈનના ભાવ ઉછળી ૪૯ હજાર ડોલર નજીક

મોલ કેપ ક્રિપ્ટોમાં આજે એક્સઆરપીના ભાવ નીચામાં ૧૦૬થી ૧૦૭ સેન્ટ થયા પછી વધી ૧૦૯થી ૧૧૦ સેન્ટ બોલાઈ રહ્યા હતા. એક્સઆરપીમાં આજે ૩.૦૫ અબજ ડોલરના સોદા થયા હતા તથા માર્કેટ કેપ ૧૦૬થી ૧૦૭ અબજથી વધી ૧૦૮થી ૧૦૯ અબજ ડોલર થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે ભાવમાં ફરી તેજીનો કરન્ટ જાેવા મળ્યો હતો. અમેરિકામાં રિટેલ સેલના આંકડા સારા આવતાં વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ વધ્યાના નિર્દેશો હતા અને તેની અસર ક્રિપ્ટો બજાર પર દેખાઈ હતી. અમેરિકામાં હવે આવતા સપ્તાહમાં મંગળ તથા બુધવારે મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર ખેલાડીઓની નજર રહી હતી. આ મિટિંગમાં બોન્ડ બાઈંગ ઘટાડવા વિશે કેવા સંકેતો મળે છે તેની રાહ બજારમાં જાેવાઈ રહી હતી. દરમિયાન, બિટકોઈનના ભાવ આજે નીચામાં ૪૬૭૬૩થી ૪૬૭૬૪ ડોલર રહ્યા પછી ઉંચામાં ભાવ ૪૮૮૦૦ ડોલર સુધી ઉછળી ૪૮૪૭૨થી ૪૮૪૭૩ ડોલર રહ્યા હતા. બિટકોઈનમાં આજે ૭૯૯થી ૮૦૦ મિલીયન ડોલરનું ટ્રેડીંગ થયું હતું તથા ભાવ ઉંચકાતાં માર્કેટ કેપ ૮૯૦થી ૮૯૧ અબજથી ફરી વધી ૯૦૦ અબજ ડોલર પાર કરી ૯૧૨થી ૯૧૩ અબજ ડોલર થયાના નિર્દેશો હતા. દરમિયાન, મિડકેપ ઈથેરના ભાવ આજે નીચામાં ૩૩૫૧થી ૩૩૫૨ ડોલર તથા ઉંચામાં ૩૫૪૧થી ૩૫૪૨ થઈ ૩૪૮૬થી ૩૪૮૭ ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે ૧.૦૩ અબજ ડોલરનું ટ્રેડીંગ થયું હતું તથા માર્કેટ કેપ ૪૦૬થી ૪૦૭ અબજથી વધી ૪૦૮થી ૪૦૯ અબજ ડોલર થયાના નિર્દેશો હતા.

Related posts

એર ઇન્ડિયાને દર મહિને ૨૫૦ કરોડનું નુકસાન છે : રિપોર્ટ

aapnugujarat

भगोड़े माल्या को झटका, सुप्रीम का दिवालिया कार्रवाई पर रोक लगाने से इनकार

aapnugujarat

सेंसेक्स मामूली गिरावट के साथ 39,741.36 पर बंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1