Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોનાના ગાઈડલાઈન સાથે ચારધામ યાત્રા શરૂ કરવામાં આવી

ઉત્તરાખંડ હાઇકોર્ટે કોરોના મહામારીને કારણે ચારધામ યાત્રા પર જે સ્ટે મુક્યો હતો તેને હટાવી દીધો છે જેને પગલે રાજ્ય સરકારે આ યાત્રાને ફરી શરૂ કરવાનો ર્નિણય લીધો હતો. પ્રથમ દિવસે સાંજે ચાર વાગ્યા સુધીમાં ૪૧૯ લોકો બદ્રીનાથ અને કેદારનાથ પહોંચ્યા હતા. જ્યારે અન્ય ધર્મસૃથળોએ પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ચારધામ યાત્રાની શરૂઆત કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડમાં આ યાત્રા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓએ આવવાની શરૂઆત કરી દીધી છે. જેને પગલે અહીંનું પર્યટન ક્ષેત્ર પણ ફરી ધમધમવા લાગ્યું છે. દેવસૃથાનમ બોર્ડ મીડિયા ઇનચાર્જ હરીશ ગૌડે કહ્યું હતું કે શનિવારથી મોટી સંખ્યામાં યાત્રાળુઓએ આવવાનું શરૂ કરી દીધુ હતું. મોડી શરૂ થયેલી ચારધામની આ યાત્રા નવેમ્બરના મધ્ય સુધી શરૂ રહેશે. ચારધામ યાત્રા શરૂ થવાને પગલે જે પણ ધર્મસૃથળો છે ત્યાંના વ્યાપારીઓના ચેહરા પર ખુશી જાેવા મળી હતી. રાજ્ય સરકાર પર પણ આ ચારધામ યાત્રાને વહેલા શરૂ કરવા માટે દબાણ હતું. જાેકે યાત્રાધામના દ્વાર મે મહિનામાં જ ખોલી નાખવામાં આવ્યા હતા.

Related posts

જોકીહાટ પેટાચૂંટણી : તેજસ્વીની ચમક સામે ફિક્કા પડ્યા નીતીશ કુમાર

aapnugujarat

गोवा में खनन लाइसेंस रिन्यू कराने पर सुप्रीम कोर्ट ने लगाई रोक

aapnugujarat

Justice Dhirubhai Patel takes oath as new CJI of Delhi HC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1